Not Set/ શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધવામાં આવ્યો છે. શાકભાજીનાં ભાવ જાણે ચંદ્રયાન સાથે કોમ્પીટીશન કરી રહ્યા હોય તેમ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતભરમાં અત્ર, તત્ર, સર્વત્ર ભારે વરસાદ નોંધવામાં આવતા પીવાનાં અને સિંચાઈનાં પાણીમાં રાહત મળી છે. પરંતુ ભારે વરસાદનાં કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. જેથી કઠોળ અને સિંગતેલની જેમ શાકભાજીનાં ભાવમાં પણ ભારે […]

Gujarat Others
vegi શાકભાજીનાં ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો નોંધવામાં આવ્યો છે. શાકભાજીનાં ભાવ જાણે ચંદ્રયાન સાથે કોમ્પીટીશન કરી રહ્યા હોય તેમ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતભરમાં અત્ર, તત્ર, સર્વત્ર ભારે વરસાદ નોંધવામાં આવતા પીવાનાં અને સિંચાઈનાં પાણીમાં રાહત મળી છે. પરંતુ ભારે વરસાદનાં કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. જેથી કઠોળ અને સિંગતેલની જેમ શાકભાજીનાં ભાવમાં પણ ભારે વધારો થયો છે. સામાન્ય રીતે 30-40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 80થી 100 રૂપિયા સુધી પહોચી ગયા છે. શાકભાજીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ગૃહિણીોનું બજેટ ખોરવાયું છે.

ભારે વરસાદને કારણે અમદાવાદનાં શાકભાજી માર્કેટ પર અસર પડી છે.  વરસાદના પગલે અનેક હાઇવે બંધ છે તો, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી અમદાવાદ આવી શકતી નથી. તેની માર્કેટ પર અસર પડી છે અને વેપારીઓએ પોતાનો માલ સમયસર પહોંચતો ન હોવાથી માલની હેરાફેરી બંધ કરી છે. આવક ઘટવાના કારણે લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને ભાવો જાણે આસમાને પહોંચ્યા છે.

રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. તહેવારના સમયે જ ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. સાતમ-આઠમ પર ભાવ વધારો થતાં લોકો શાકભાજી ખરીદતાં ખચકાઇ ગયા છે. તો હવે આ ભાવ 2 મહિના બાદ ઉતરશે તવા અંદાજને કારણે સામાન્ય માણસોમાં પણ ચિંતા જોવામા આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન