Not Set/ ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ “ડૉ. વિક્રમ સારાભાઇ” વિશે

આ વર્ષ છે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ ડૉ. વિક્રમ સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ    ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો આ પૂરે પૂરા એક વર્ષ સુધી ઉજવણી કરશે.  ઈસરોએ દેશંના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અંતરિક્ષની દુનિયામાં ભારતને બુલંદીઓ પર પહોચાડનારા અને વિજ્ઞાન જગતમાં દેશનો […]

Top Stories
VIKRAM SARABHAI ISRO ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

આ વર્ષ છે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ ડૉ. વિક્રમ સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ 

GOOGLE DOODLE ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

 

ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો આ પૂરે પૂરા એક વર્ષ સુધી ઉજવણી કરશે.  ઈસરોએ દેશંના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અંતરિક્ષની દુનિયામાં ભારતને બુલંદીઓ પર પહોચાડનારા અને વિજ્ઞાન જગતમાં દેશનો ઝંડો લહેરાવનારા મહાન વૈજ્ઞાનિક આજનાં મોર્ડન ભારતમાં ખાસ્સુ એવુ યોગદાન છે. ગુગલે પણ તેનું ડુડલ જે ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇને સમર્પિત કર્યુ હતું તે વિક્રમ સારાભાઇની થોડા દિવસ પૂર્વે 100મી જન્મજયંતિ હતી. 12મી ઓગસ્ટ, 1919ના રોજ વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો. તો શું આપણે જાણીએ છીએ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ ગણાતા ડૉ. વિક્રમ સારાભાઈ વિશે, નહીં..

માત્ર 28 વર્ષની વયે આ તરવરીયા નૌજવાને કહ્યું હતું ભારત પણ ચાંદ પર જઇ શકે છે

12 08 2019 vikram sarabhai 19482326 ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

ભારતે આજે અંતરીક્ષ વિજ્ઞાનમાં જે પણ નાની મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે તેનો શ્રેય વિક્રમ સારાભાઇને જાય છે. વિક્રમ સારાભાઇ. આ એ મહાન વૈજ્ઞાનિક છે જેણે વર્ષો પહેલાં ભારત સરકારને કહયુ હતું કે ભારત પણ ચંદ્ર પર જઇ શકે છે. તે વખતે તેની ઉંમર માત્ર 28 વર્ષની હતી.

ભારતનું પ્રથમ રોકેટ આંતરીક્ષમાં મોકલ્યું

nehru chandrayaan collage ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ, ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરલનાં અરબી સમુદ્રનાં કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની પસંદગી કરવામાં આવી. અને ખૂબજ જહેમત બાદ નવેમ્બર 21, 1963નાં રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું.

વિક્રમ સારાભાઇના નામે અંતરિક્ષની અનેક સિદ્ધઓ અને મહત્વનાં યોગદાન

Untitled design 341565592791775 ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ 1975-76 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ. ડૉ. સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેન દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને ભારતીય અવકાશ યુગનાં પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફ‌િઝિકલ રિસર્ચ લેબોરેટરીની કરી સ્થાપના

vikram sarabhai vikram sarabhai isro chandrayaan 2 ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

દેશ આઝાદ થતાં જ, 1947માં, ડૉ. વિક્રમ સારાભાઈએ રાત-દિવસ કામ કરીને ફ‌િઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. અમદાવાદના શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલૉના એક રૂમને વિક્રમ સારાભાઈએ ઓફિસમાં ફેરવી દીધો. ત્યાં તેમણે પીઆરએલનું કામ શરૂ કર્યું. આજેય આ સંસ્થા સ્પેસ અને એલાઈડ સાયન્સની અગ્રણી સંસ્થા ગણાય છે. આ સંસ્થા થકી દેશને અનેક મહાન વિજ્ઞાનીઓ મળ્યા છે. 1966માં પદ્મ ભૂષણ, 1972માં પદ્મ વિભૂષણ અને 1972માં સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને 1973માં ચંદ્ર પર પડેલા ‘બેસલ એ’ નામના ક્રેટરને તેમની યાદમાં ‘સારાભાઈ ક્રેટર’ નામ આપ્યું હતું.

પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણથી કરાયા સન્માનીત, તેમના માનમાં એક ટપાલ ટિકિટ કરાય જાહેર

rrr ચંદ્રયાનની સાથે આવો જાણીએ, ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પિતામહ "ડૉ. વિક્રમ સારાભાઇ" વિશે

ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ વિક્રમ સારાભાઈને નાનપણથી જ મશીનોમાં રસ પડતો. કિશોરવયે જ તેમણે ટોય ટ્રેન કિટ પરથી પ્રેરણા લઈને ટ્રેક સાથેની આગગાડી બનાવી હતી, જે આજેય અમદાવાદ સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોવા મળે છે. વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું, એ પહેલાં તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી હતી. આજે આપણને કેબલ ટેલિવિઝનની લક્ઝરી મળી છે, એ માટે પણ તેમનો આભાર માનવો પડે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન