Election Result/ વડોદરાના આ ઉમેદવાર સતત આઠમીવાર ચૂંટણી જીત્યા, જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે

Top Stories Gujarat
5 11 વડોદરાના આ ઉમેદવાર સતત આઠમીવાર ચૂંટણી જીત્યા, જાણો

વડોદરા:   ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પરિણામે બધાને ચોંકાવી દીધા હતા , ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરીને તમામ વિરોધ પાર્ટીઓના સૂંપડા સાફ કરી દીધા છે,ભાજપે તેમના પસંદગીના ઉમેદવારો પર પૂરો વિશ્વાસ રાખ્યો હતો અને તેના પર ઉમેદવારો ખરા પણ ઉતાર્યા હતા. વડોદરામાં 76 વર્ષીય યોગેશ પટેલ સતત આઠમી વાર જીતી આવ્યા છે.  માંજલપુર બેઠક પર વિધાન સભા ચૂંટણીમાં તેઓ રેકોર્ડ આઠમી વખત ચૂંટાયા છે. તેમને આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ 75.85% વોટ્સ મળ્યા હતા, જે તેમના કુલ વોટ્સ આંકને 1,20,133 વોટ સુધી લઈ જાય છે. તેમણે 1 લાખ 754 વોટના માર્જિનથી જીત મેળવી છે.

આ બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના ડોક્ટર તશવિન સિંહ અને આપના ચૌહાણ વિનય લડી રહ્યા હતા. આ બંનેને અનુક્રમે 12.24 અને 6.96% વોટ્સ મળ્યા હતા.યોગેશ પટેલ ભાજપના સૌથી મોટી વયના ઉમેદવાર છે. તેમણે 1990માં પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ. તેમણે રાવપુરા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ માંજલપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ બેઠકની રચના 2012માં સીમાંકન બાદ કરવામાં આવી હતી. તેઓ માંજલપુર બેઠકથી બે વખત વર્ષ 2012 અને 2017માં ચૂંટણી જીત્યા છે અને વર્ષ 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી અને આ વખતે પણ યોગેશ પટેલ આ બેઠક પરથી ફરી જોરદાર જીત હાંસલ કરી છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેગા પ્રચારની રેલીઓ કરીને ભાજપને પ્રચંડ બહુમત સુધી પહોચાડયું હતું.ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.