જુઓ વીડિયો/ પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે મર્સિડીઝ ચઢાવી દીધી, CCTV આવ્યા સામે

રતમાં પાલ વિસ્તાર માં બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર ચાલક નાની  બાળકીને કચડીને જતો રહ્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2024 03 09T202857.120 પાર્કિંગમાં રમતી બાળકી પર કાર ચાલકે મર્સિડીઝ ચઢાવી દીધી, CCTV આવ્યા સામે

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં પાલ વિસ્તાર માં બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર ચાલક નાની  બાળકીને કચડીને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના બની ત્યારે કારચાલકના કાને બાળકીના રડવાનો અવાજ પણ પડતો ના હોય તેમ  બાળકીને કચડ્યા બાદ કાર રિવર્સ કરી કાર ચલાવી નીકળી ગયો હતો.ગંભીર રીતે ઇજગ્રસ્ત થયેલી બાળકી ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

સુરતના પાલ વિસ્તાર મા આવેલ રોયલ ટાયટેનિયમના બેઝમેન્ટ પાર્કિંગમાં અઢી વર્ષની બાળકી રમી રહી હતી તે દરમ્યાન એક કાર ચાલકની બેદરકારીના કારણે રમી રહેલી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. સુરત ના  51 વર્ષીય વેપારી ગિરીશ મનજી મનીયા બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર લઈને બહાર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન. પાર્કિંગમાં આ એપાર્ટમેન્ટમાં જ ઘરકામ કરતી કાજલ ઓડની અઢી વર્ષની બાળકી પણ એકલી નીચે રમી રહી હતી. વેપારી પાર્કિંગમાંથી પોતાની કાર બહાર કાઢી રિવર્સ લેતા સમયે આ બાળકીને કચડે છે અને નીકળી જાય છે.

આ સમગ્ર ઘટના ક્રમ ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા..જેમાં વેપારી કાર લઈ આવે છે રિવર્સ લીધા બાદ સીધી કરતી સમયે બાળકી પર કાર ચડાવી દે છે.વેપારી એ આ અકસ્માત સર્જી કઈ થયું ના હોય તેમ ત્યાંથી કાર લઈ નીકળી ગયો હતો.મહત્વની વાત છે કે અત્યાર ના સમય અને હાઈટેક કાર મા કેમરા આવતા હોય છે પરંતુ આ વેપારી ને કેમેરા માં આ બાળકી રમતી દેખાઈ જ ના હતી કે પછી વેપારીએ તે દિશા મા ધ્યાન ન આપ્યું.

આ અકસ્માતમાં બાળકીના માથાના પાછળના ભાગે ફ્રેકચર થયું, છાતી અને ફેક્સાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક બાળકી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. બાળકીની માતાએ વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં અનેક પ્રકારની આશંકાઓ સામે આવી છે.  ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા હાલ તપાસ શરુ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’

આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા