Shameful/ શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા

દેશ ગમે તેટલો પ્રગતિ કરે પરંતુ કાયદા કડક હોવા છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન કરનારા જોવા મળી રહ્યા છે. ભારતમાં બાળ મજૂરીનો કાયદો અસ્તિત્વમાં છે તેમ છતાં કાયદાનું છડેચોક ઉલ્લંઘન

Top Stories Gujarat
abd

દેશ ગમે તેટલો પ્રગતિ કરે પરંતુ કાયદા કડક હોવા છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન કરનારા જોવા મળી રહ્યા છે. ભારતમાં બાળ મજૂરીનો કાયદો અસ્તિત્વમાં છે તેમ છતાં કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડએ અમદાવાદના દાણીલીમડાના સિકન્દર માર્કેટ આસપાસના 5થી 7 એકમોમાં દરોડા પાડ્યા હતા, જેમાં જીન્સ બનાવવાની ફેકટરી ડાઇંગની ફેક્ટરી સહીતના એકમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યા હતા.

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

આ દરોડા દરમિયાન બિહાર ઉત્તરપ્રદેશ સહીત વેસ્ટ બંગાળના 37 બાળકોનો કબ્જો મળ્યો હતો, જેમાં આ તમામ બાળકો ને 12 કલાક કામ કરવામાં આવતું હતુને માત્ર 6 હજારનો જ પગાર આપવામાં આવતો હતો.અમદાવાદની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સકવોર્ડને સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે, અમદાવાદના દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબની અમુક ફેકટરીઓમાં બાળકોને બાળમજૂરી કરાવવામાં આવી રહી છે, જેને પગલે એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સકવોર્ડ એ ગઈ સાંજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

અમદાવાદની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સકવોર્ડ એ દાણીલીમડાના ઇન્ડ્રસ્ટ્રીયલ હબમાંથી 37 બાળકોને બાળક મજૂરીમાંથી મુકત કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. તપાસ દરમિયાન આ અધિકારીઓને અલગ અલગ એકમોમાંથી કુલ 37 બાળકો બાળમજૂરી કરતા મળી આવ્યા હતા. જે તમામ બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સકવોર્ડ દ્વારા સહી સલામત છુટકારો અપાવી બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતા. આ કેસ અન્વયે પોલીસે તપાસ શરુ કરી દીધી છે કે આ તમામ બાળકો કોના માધ્યમથી ગુજરાત આવ્યા હતા અને આ તમામ એકમના માલિક કોણ કોણ છે. આ મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી મીની જોસેફનું કહેવું છે કે, હાલ તપાસ ચાલુ છે અને મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો