Wimbledon 2023/ સ્પેનના અલ્કારાઝે જોકોવિચની બાદશાહત છીનવી, વિમ્બલ્ડનની ભારે રોમાંચક ફાઇનલમાં આખરી રાઉન્ડમાં જોકાવિચને આપી હાર

વિશ્વના નંબર વન અલકારાઝે પાંચ સેટની ફાઇનલમાં વર્લ્ડ નંબર-ટુ સર્બિયાના નોવાક જોકોવિચને 6-1, 6-7(6), 1-6, 6-3, 6-4થી હરાવ્યો હતો

Top Stories Sports
11 11 સ્પેનના અલ્કારાઝે જોકોવિચની બાદશાહત છીનવી, વિમ્બલ્ડનની ભારે રોમાંચક ફાઇનલમાં આખરી રાઉન્ડમાં જોકાવિચને આપી હાર

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ઈતિહાસ રચ્યો છે. તે વિમ્બલ્ડન 2023નો ચેમ્પિયન બન્યો છે. વિશ્વના નંબર વન અલકારાઝે પાંચ સેટની ફાઇનલમાં વર્લ્ડ નંબર-ટુ સર્બિયાના નોવાક જોકોવિચને 6-1, 6-7(6), 1-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. આ જીત સાથે અલ્કારાઝ વિમ્બલ્ડન જીતનાર સ્પેનનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો. આ પહેલા સાન્તાનાએ 1966માં વિમ્બલ્ડન અને 2008 અને 2010માં રાફેલ નડાલે ટાઈટલ જીત્યું હતું. 12 વર્ષ બાદ સ્પેનના કોઈ ખેલાડીએ આ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. અલ્કારાઝનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ છે. આ પહેલા તે 2022માં યુએસ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે. આ પહેલા શનિવારે ચેક રિપબ્લિકની 24 વર્ષીય માર્કેટા વોન્ડ્રોસોવાએ ટ્યુનિશિયાની ઓન્સ ઝેબ્યુરને 6-4, 6-4થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો.

જોકોવિચે પહેલો સેટ 6-1થી જીત્યો હતો. આ પછી અલ્કારાઝે બીજા સેટમાં જબરદસ્ત વાપસી કરી હતી. એક તબક્કે સેટ 6-6થી બરાબર રહ્યો હતો. ત્યારબાદ ટાઈ-બ્રેકર થયો, જે અલ્કારાઝે 8-6થી જીતીને સેટ 7-6થી લીધો. આ પછી ત્રીજા સેટમાં પણ 20 વર્ષીય સ્પેનિશ ખેલાડીએ જબરદસ્ત રમત બતાવીને જોકોવિચને 6-1થી હરાવ્યો હતો. આ પછી જોકોવિચે ચોથા સેટમાં જબરદસ્ત વાપસી કરી હતી. ચોથો સેટ સર્બિયન ખેલાડીએ 6-3થી જીતી લીધો હતો. આ સેટમાં એક સમયે જોકોવિચ 2-0થી પાછળ હતો. આ પછી તે પાછો ફર્યો. જોકે, પાંચમા અને અંતિમ સેટમાં અલ્કારાઝે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 6-4થી જીત મેળવી હતી.

જો જોકોવિચ ફાઈનલ જીતશે તો તે તેનો 24મો ગ્રાન્ડ સ્લેમ હશે અને તે પુરૂષો અને મહિલાઓ વચ્ચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના માર્ગારેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરશે. તે જોકોવિચનું એકંદરે આઠમું અને સતત પાંચમું વિમ્બલ્ડન ખિતાબ પણ હશે. આ બંને કિસ્સામાં તે ભૂતપૂર્વ દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરશે. તે જ સમયે, જો અલ્કારાઝ જીતે છે, તો તે તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઈટલ અને એકંદરે બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હશે. અગાઉ 2022માં તેણે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

જોકોવિચ અને અલ્કારાઝ અત્યાર સુધીમાં બે વખત આમને-સામને આવી ચૂક્યા છે. જોકોવિચે એકમાં અને અલ્કારાઝે એકમાં જીત મેળવી છે. આ ફાઈનલ પહેલા આ વર્ષની શરૂઆતમાં પેરિસમાં ફ્રેન્ચ ઓપનની સેમીફાઈનલમાં બંને ટકરાયા હતા. ત્યારબાદ જોકોવિચે ક્લે કોર્ટ પર સ્પેનિશ ખેલાડીને 6-3, 5-7, 6-1, 6-1થી હરાવ્યો હતો. અલકારાઝ તે મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેમ છતાં તેણે આખી મેચ રમી હતી. તે જ સમયે, અલ્કારાઝે 2022 ATP માસ્ટર્સ 1000 મેડ્રિડમાં જોકોવિચને 6-7, 7-5, 7-6થી હરાવ્યો હતો. આવી સ્થિતિમાં આ ફાઈનલમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.