Not Set/ વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા કરાઇ શિક્ષકોની અટકાયત,વિધાનસભા ગેટ નંબર 7 બંધ કરાયો

ગાંધીનગર, માસ સીએલ પર ઉતરીને વિધાનસભાનો ધેરાવ કરનાર શિક્ષકોની અટકાયત કરી દેવામાં આવી હતી. શિક્ષકો ગાંધીનગર વિધાનસભા પહોંચે તે પહેલા વૈષ્ણૌદેવી સર્કલ પાસેથી જ અટકાયત કરાઇ હતી અને હાલ વિધાનસભા ગેટ નંબર 7 બંધ કરાયો છે. તો બીજી બાજુ વિધાનસભાની ગેઇટની બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા વિધાનસભા ઘેરાવની ચીમકીનો મામલે પોલીસ […]

Top Stories Gujarat
mantavya 287 વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા કરાઇ શિક્ષકોની અટકાયત,વિધાનસભા ગેટ નંબર 7 બંધ કરાયો

ગાંધીનગર,

માસ સીએલ પર ઉતરીને વિધાનસભાનો ધેરાવ કરનાર શિક્ષકોની અટકાયત કરી દેવામાં આવી હતી. શિક્ષકો ગાંધીનગર વિધાનસભા પહોંચે તે પહેલા વૈષ્ણૌદેવી સર્કલ પાસેથી જ અટકાયત કરાઇ હતી અને હાલ વિધાનસભા ગેટ નંબર 7 બંધ કરાયો છે.

તો બીજી બાજુ વિધાનસભાની ગેઇટની બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા વિધાનસભા ઘેરાવની ચીમકીનો મામલે પોલીસ સતર્ક થઈ છે અને શિક્ષકોને રોકવા પોલીસનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

વૈષ્ણોદેવી સર્કલથી વિધાનસભા સુધી ગોઠવાયો ચૂસ્ત બંદોબસ્ત. સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. કોઈપણ શિક્ષકને વિધાનસભા સુધી નહિ પહોચવા દેવા આદેશ કરવામાં આવ્યો છે.

હડતાળમાં અમદાવાદ જિલ્લાના સાત હજાર શિક્ષકો જોડાયા. પડતર માગણીઓને લઈને રાજ્યભરના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરવા નીકળ્યા છે.

શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.

આ સિવાય પ્રાથમિક શિક્ષકોની માંગ છે કે, 1997થી અત્યાર સુધી ભરતી થયેલ તમામ શિક્ષકોને સીનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે.

પ્રાથમિક શિક્ષકોને ટ્રીપલ સી પરીક્ષામાંથી મુક્તિ આપવામા આવે. પ્રાથમિક શિક્ષકોની ફરિયાદ છે કે વિદ્યાસહાયકો શરૂવાતનાં પાંચ વર્ષ ઓછા પગારમાં કામ કરે છે. પાંચ વર્ષની નોકરીને સીનિયોરિટી ,બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં ગણવામા આવેલ નથી.