Not Set/ અમદાવાદની પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી ફરી મોટા વિવાદમાં સપડાઇ

અમદાવાદ, અમદાવાદની આરટીઓ કચેરી અવારનવાર વિવાદમાં રહેતી હોય છે, એજન્ટ પ્રથા નાબૂદ કરાતી ન હોવાથી વાહનચાલકોને વારંવાર મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આ વખતે અમદાવાદની પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી મોટા વિવાદમાં સપડાઇ છે, જાહેર રજાનાં દિવસે આરટીઓમાં લાઇસન્સ બેકલોક થયા હોવાની ઘટના સામે આવી છે. ક્યારે અને કેવી રીતે થયુ આ કૌભાંડ?. અમદાવાદની આરટીઓ કચેરીમાં 25 […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 260 અમદાવાદની પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી ફરી મોટા વિવાદમાં સપડાઇ

અમદાવાદ,

અમદાવાદની આરટીઓ કચેરી અવારનવાર વિવાદમાં રહેતી હોય છે, એજન્ટ પ્રથા નાબૂદ કરાતી ન હોવાથી વાહનચાલકોને વારંવાર મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આ વખતે અમદાવાદની પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી મોટા વિવાદમાં સપડાઇ છે, જાહેર રજાનાં દિવસે આરટીઓમાં લાઇસન્સ બેકલોક થયા હોવાની ઘટના સામે આવી છે.

ક્યારે અને કેવી રીતે થયુ આ કૌભાંડ?.

અમદાવાદની આરટીઓ કચેરીમાં 25 ડિસેમ્બરે ક્રિસ્મસના દિવસે રજા હોવા છતાં સારથી-4 સોફ્ટવેરનો પાસવર્ડ જાણી લોગઇન થઇ 81 લાઇસન્સ ગેરકાયદે ઇશ્યુ કર્યાનું કૌભાંડ બહાર આવ્યું છે, આ તમામ બાબતો ઉચ્ચ અધિકારીઓની સામે આવતા તપાસ હાથ ધરાઇ છે પણ કોઇ પરિણામ ન મળતા આખરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ.

મહત્વનું છે કે વારંવાર આરટીઓ એજન્ટોના લીધે વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે રજાના દિવસે લાઇસન્સ ઇશ્યુ કરાતા મોટુ કૌભાંડ આચર્યુ હોવાની પણ શંકાઓ સેવાઇ રહી છે, ત્યારે અમદાવાદ આરટીઓ અધિકારીનું આ અંગે શું કહેવું છે આવો સાંભળીયે.

25 ડિસેમ્બરે આચરવામાં આવેલા આ કૌભાંડની જાણકારી 28 તારીખે એક આરટીઓ ઇન્સપેક્ટરનાં ધ્યાને આવતા આ બાબતે ક્લાર્ક ભરત મકવાણા તેમજ આરટીઓ ઇન્સપેક્ટર નિતેશકુમાર ચૌધરીની પુછપરછ કરાતા તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતુ, તેમજ ક્લાર્ક ભરત મકવાણાએ આ અંગે સાયબર ક્રાઇમમાં લેખીત ફરિયાદ પણ નોંધાવી છે.

અમદાવાદની આરટીઓ કચેરીમાં 25મી જાન્યુઆરીએ તૈયાર થયેલા 81 અને બીજા દિવસે તૈયાર થયેલા 3 લાઇસન્સને હાલતો બ્લોક કરાયા છે પણ સવાલ એ થાય છે કે આ પ્રકારનાં લાઇસન્સ રજાનાં દિવસે બન્યા કઇ રીતે.

આરટીઓ કચેરીમાં સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ઉપલબ્ધ ન હોવાનું જણાવાયુ છે, અમદાવાદની જેમ પૂર્વ કચ્છ આરટીઓમાં પણ નાતાલનાં દિવસે જ 240 બોગસ લાઇસન્સ નિકળ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યુ છે ત્યારે આ અંગે બે મહિના બાદ આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોઁધાવી છે.

ક્લોસીંગ- ગુજરાતની બે આરટીઓમાં રજાનાં દિવસે બોગસ લાઇસન્સ ઇશ્યુ કરાયા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભીનુ સંકેલાતુ હોય તેવુ હાલતો લાગી રહ્યું છે, ત્યારે આરટીઓમાં આ પ્રકારની ગેરરીતી ક્યારે અટકશે તે પણ જોવુ રહ્યું.