ગુજરાત/ પારડી પોલીસને મળી મોટી સફળતા, 33 લાખથી વધુનો મુદ્દા માલ સહિત દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

બાતમી વાળું કન્ટેનર નંબર MH 46 BM 9774 આવતા કન્ટેનર ને ટોર્ચ વડે લાઈટ બતાવી ઉભુ રખાવી કન્ટેનર ડ્રાઇવર અશોક દાનબહાદુર યાદવ રહે.

Gujarat Others
પારડી પોલીસ

પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ મયુર પટેલ આજરોજ શહેરી સવારે આશરે 2:35 થી 4 35 ના સમયગાળા દરમિયાન પારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન એમને દમણથી બગવાડા ટોલનાકા થઈ સુરત તરફ જતું એક દારૂ ભરેલ કન્ટેનર આવી રહ્યા હોવાનું બાતમી  મળતા તેઓ પોતાના સ્ટાફ સાથે બગવાડા પહોંચ્યા હતા.

આ દરમિયાન બાતમી વાળું કન્ટેનર નંબર MH 46 BM 9774 આવતા કન્ટેનર ને ટોર્ચ વડે લાઈટ બતાવી ઉભુ રખાવી કન્ટેનર ડ્રાઇવર અશોક દાનબહાદુર યાદવ રહે. ટ્રાન્સલાઇન , મયુરી ટ્રાન્સપોર્ટ કંપની , કલમ બોલી , રાયગઢ ,મહારાષ્ટ્ર પૂછપરછ કરતા તેણે ભીલાડ નજીક આવેલ વીકે ઇન્ડસ્ટ્રીઝ માંથી ડિસ્પોઝેબલ બેગ સૂટ અને સેનેટરી ચીજ વસ્તુઓ લઈ અમદાવાદ જઈ રહ્યો છું કહી આ અંગેની ઇન્વાઈઝ બિલ રજૂ કર્યું હતું. પરંતુ પીઆઇ મયુર પટેલને મળેલ સચોટ બાટલી ને લઈ કન્ટેનર તપાસ દરમિયાન આ કંડરમાંથી કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂના બોક્સ 385 બાટલી અને ટીન મળી કુલ 16,356 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા  ₹12,92,400 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

આમ પારડી પોલીસને 12,92,400 નો દારૂ ,20 લાખ રૂપિયા કન્ટેનર ની કિંમત , રોકડા 10હજાર રૂપિયા અને 5000 રૂપિયા નો મોબાઇલ મળી કુલ ૩૩ લાખ 7000 400 નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન આ કન્ટેનર ચાલકે અગાઉ દમણ ઉદ્યોગ નગર પાસેથી દારૂ ભરી બારડોલી પહોંચતો કર્યો હોય એ જ  દારૂ મોકલનારે મોબાઇલ દ્વારા ફરી એકવાર દમણથી બારડોલી દારૂ પહોંચતો કરવાનું જણાવી હતું. પારડી પોલીસે મોબાઈલ નંબર ના આધારે માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર

આ પણ વાંચો:રંગીલું રાજકોટ બન્યું રિયલ એસ્ટેટની શાન, રેસકોર્સ રોડ પર મેગા પ્રોપર્ટી શોનું આયોજન

આ પણ વાંચો:માર્ગ સલામતી સપ્તાહની કરાઈ શરૂઆત, લોકોને હેલ્મેટની સાથે…