જિનિવા: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપ Substandard છે, તે ઉઝબેકિસ્તાનના બાળકો માટે ઉપયોગમાં લેવાવા જોઈએ નહીં.બુધવારે મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં, WHOએ જણાવ્યું હતું કે મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત “સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ” એ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણો અથવા વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.
” WHO મેડિકલ પ્રોડક્ટ એલર્ટ બે Substandard (ઉતરતી કક્ષાના) ઉત્પાદનો માટે આપે છે, જે ઉઝબેકિસ્તાનમાં ઉપયોગમાં લેવાય છે અને ઉઝબેકિસ્તાને 22 ડિસેમ્બર 2022ના રોજ WHOને આ અંગે જાણ કરી હતી. Substandardમેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણો અથવા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે અને તેથી તે ઉતરતી ગુણવત્તાના હોય છે,” એમ WHO તેની વેબસાઈટ પર જાહેર કરાયેલ એક ચેતવણીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 10 દિવસમાં 164 કરોડ ચૂકવો, નહીં તો…: ‘રાજકીય જાહેરાતો’ પર AAPને નોટિસ
“બે ઉત્પાદનો એમ્બ્રોનોલ સીરપ અને DOK-1 મેક્સ સીરપ છે. બંને ઉત્પાદનોના ઉત્પાદક મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ (ઉત્તર પ્રદેશ, ભારત) છે. આજની તારીખે, જણાવેલ ઉત્પાદકે WHO ને સલામતી અંગે અને આ ઉત્પાદનોની ગુણવત્તા અંગે ગેરંટી આપી નથી ” એમ જણાવ્યું હતું.
ઉઝબેકિસ્તાનથી કફ સિરપ લેવાથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવતા નોઇડા સ્થિત ફાર્મા મેરિયન બાયોટેક શંકાના ઓછાયા હેઠળ આવી ગઈ છે. WHO અનુસાર, ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયની રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓના પ્રયોગશાળા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે બંને ઉત્પાદનોમાં અસ્વીકાર્ય માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અને/અથવા ઇથિલિન ગ્લાયકોલ દૂષકો તરીકે છે.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે તાલિબાનો સામે ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાનની ટીમ સામે ક્રિકેટ નહીં રમે
“આ બંને ઉત્પાદનોને આ ક્ષેત્રના અન્ય દેશોમાં અનૌપચારિક બજારો દ્વારા માર્કેટિંગ અધિકૃતતાઓ હોઈ શકે છે. તે અન્ય દેશો અથવા પ્રદેશોમાં વિતરિત પણ થઈ શકે છે,” એવી ચેતવણી WHO એ આપી હતી.યુએન આરોગ્ય એજન્સીએ ઉમેર્યું હતું કે “આ ચેતવણીમાં ઉલ્લેખિત નબળા ઉત્પાદનો અસુરક્ષિત છે અને તેનો ઉપયોગ, ખાસ કરીને બાળકોમાં, ગંભીર ઇજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે.”
22 ડિસેમ્બરના રોજ ઉઝબેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે મેરિયન બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત દવાઓ ખાવાથી 18 બાળકોના મોત થયા છે. મંગળવારે, ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલ મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું.
આ પણ વાંચોઃ કેરળમાં બર્ડ ફ્લૂનો ફરી કહેર, એક જ દિવસમાં 1800 મરઘીના સંક્રમણથી મોત
ગૌતમ બુદ્ધ નગર ડ્રગ્સે જણાવ્યું હતું કે, “પર્યાપ્ત દસ્તાવેજો ન આપ્યા પછી અમે મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે, રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા તપાસ દરમિયાન પૂછવામાં આવેલા દસ્તાવેજોના આધારે શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી જે તેઓએ પ્રદાન કરી ન હતી,” એમ ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઇન્સ્પેક્ટર વૈભવ બબ્બર જણાવ્યું હતું.. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નમૂનાના પરિણામો હજુ બાકી છે.
આ પણ વાંચોઃ
