દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીના ભારત રત્ન સમ્માનને પરત લઇ લેવાના પ્રસ્તાવને લઈને આપ પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબાએ પાર્ટીના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને તેમને પાર્ટી દ્વારા જે સજા આપવામાં આવશે તે સ્વીકારશે તેમ કહ્યું હતું. તો બીજી બાજુ પાર્ટી દ્વારા તેમનું રાજીનામું માંગવામાં આવ્યું છે.
આ રાજીનામાંને લઈને હાલ રાજકરણ ગરમાયું છે.
Manish Sisodia, Delhi Deputy Chief Minister on Alka Lamba: No resignation has been sought and from no one, all these are rumours pic.twitter.com/r2SCb4Bg8F
— ANI (@ANI) December 22, 2018
દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ રાજીનામાંને અફવાનું નામ આપી દીધું છે. તેમણે કહ્યું કે કોઈના પણ દ્વારા આપેલા રાજીનામાં પર કોઈએ શી નથી કરી. આ એક અફવા છે.
તો બીજી તરફ જોવા જઈએ તો આપ પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબાએ પોતાના ટ્વીટર પર જ રાજીનામાં વિશે કહ્યું છે જેને ડેપ્યુટી સીએમ અફવા કહી રહ્યા છે.
શું હતો વિવાદ ?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલ્કા લાંબા રાજીનામું આપવા માટે તૈયાર થઇ ગયા છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રતન સમ્માન પાછા લેવાની માંગ સંબંધી તેમણે આ પ્રસ્તાવનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. શુક્રવારે તેમણે કહ્યું હતું કે તેઓ એમએલએ પદ પરથી રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે.
https://twitter.com/LambaAlka/status/1076169781324251136
અલ્કા લાંબાએ કહ્યું હતું કે હું પાર્ટીના પ્રસ્તાવ સાથે સહમત નથી જેને લઈને મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. હું એ વાતથી સહમત નથી કે રાજીવ ગાંધીને આપવામાં આવેલ ભારત રતન એવોર્ડ પાછો લઇ લેવામાં આવે. હું મારા નિર્ણય પર અડગ રહીશ. આના માટે મારે જે પરિણામ ભોગવવું પડશે તેના માટે હું તૈયાર છુ.
