મહારાષ્ટ્રની માંઠાગાંઠનાં પેચ બરોબર ફસાયા છે અને મહારાષ્ટ્રમાં ભાજપ – કોંગ્રેસ – શિવસેના – NCP કોઇ પણ સરકાર રચવા માટે સ્પષ્ટ નથી. કોઇ આમ કહે છે તો કોઇ તેમ, જેમ કોઇ રાજરમત ચાલી રહી હોય!!! જી હા બિલકુલ સાચી વાત છે મહારાષ્ટ્રની છેલ્લા દિવસોની રાજકીય કટોકટીની સ્થિતિ જોતા આવુ જ પ્રતિત થાય અમે રાજ રમતો ચાલી પણ રહી છે તેવું પ્રતિત પણ થાય છે. નેતાઓ વિધાન અને દાવા કરી રહ્યા છે અને સમય પોતાનું કામ કરી રહ્યો છે.
Union Minister Ramdas Athawale: I had talked to Sanjay Raut ji about a compromise. I suggested him a formula of 3 years (CM from BJP) and 2 years (CM from Shiv Sena) to which he said that if BJP agrees then Shiv Sena can think about it. I will discuss this with BJP. pic.twitter.com/VRn7AiVgHF
— ANI (@ANI) November 18, 2019
તમામ હકીકતો વચ્ચે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે દ્રારા નવી જ ફોર્મ્યુલા પ્રવાહીત કરવામાં આવી છે અને રામદાસ આઠવલે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમણે શિવસેનાનાં સાંસદદ સંજય રાઉતજી સાથે સમાધાન વિષે વાત કરી હતી. આઠવલે કહે છે કે, મેં તેમને 3 વર્ષ (ભાજપના મુખ્યમંત્રી) અને 2 વર્ષ (શિવસેનાના મુખ્યમંત્રી)ની ફોર્મ્યુલા સૂચવી છે. જેનાં ઉત્તરમાં સેનાનાં સાંસદ રાઉતે કહ્યું છે કે, જો ભાજપ સંમત થાય, તો શિવસેના તેના વિશે વિચાર કરી શકે છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે વઘુંમાં કહ્યું કે, તે ભાજપ સાથે આ અંગે ચર્ચા કરીશ.
વાત આગળ વધે છે કે વધેરાય જાય છે, તે તો સમય બતાવશે જ, પરંતુ આ મામલો શિવસેનાનાં 2.5 વર્ષના સમયગાળાની વાતથી કોઇ ખાસ અનોખો નથી જ. સેના તો 2.5 વર્ષની ભાગીદારીમાં પહેલા જ તૈયાર હતી અને કદાચ આજે પણ હોય શકે છે. પરંતુ જે જોવાનું છે તે ભાજપનું છે અને પવારનાં નિવેદનો આ મામલે બળતામાં ઘી હોમી પાણીનો છટકાંવ કરતા વરાંવાર જોવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
