New Delhi News/ NEET પેપર લીક કેસ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ, CJPની માંગણી પર સરકારે શું આપ્યો જવાબ?

બેઠક બાદ, CJP એ જણાવ્યું કે સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી પર ધ્યાન આપવા માટે આવતીકાલ બપોર સુધીનો સમય માંગ્યો છે. એવી અપેક્ષા છે કે સરકાર તેમને ટૂંક સમયમાં હટાવશે.

India Breaking News
CJP

New Delhi News: શુક્રવારે સરકાર અને CJP ના પ્રતિનિધીઓ વચ્ચે કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે વાતચીત થઈ. આ બેઠક 10 મિનિટ ચાલી. બેઠક બાદ, સીજેપીએ જાહેરાત કરી કે સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી માટે આવતીકાલે બપોર, 25 જુલાઈ, 2026 સુધીનો સમય માંગ્યો છે. અને આશા વ્યક્ત કરી કે સરકાર જલ્દી જ ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવશે. સરકારે બે માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી જેમાં આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અને વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર અને કાનૂની કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે.

CJP સાથેની બેઠક બાદ સરકારે શું કહ્યું?

સરકાર સાથેની બેઠક બાદ, તેના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકા (Ashutosh Ranka)એ જણાવ્યું હતું કે, “સરકારે ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની અમારી માંગણી માટે આવતીકાલે બપોર (25 જુલાઈ, 2026) સુધીનો સમય માંગ્યો છે. અમને આશા છે કે સરકાર તેમને ટૂંક સમયમાં બરતરફ કરશે. સરકારે બે માંગણીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમા વળતર (આત્મહત્યાથી મૃત્યુ પામેલા NEET ઉમેદવારોના પરિવારો માટે) અને વિદ્યાર્થીઓ સામે FIR અને કાનૂની કેસ પાછા ખેંચવા છે.” 

CJP-સરકાર 25 જુલાઈએ ફરી મળશે

દરમિયાન, જેપી નડ્ડાએ કહ્યું, “અમે તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. અમે તેમની ચિંતાઓ સાંભળી. તેમની પાસે પરીક્ષાઓમાં સુધારા માટે ત્રણ મુખ્ય માંગણીઓ અને પાંચ સૂચનો હતા. અમે તેમને કહ્યું છે કે અમે કાલે બપોરે ફરી મળીશું અને સરકાર સાથે થયેલી ચર્ચાઓ વિશે તેમને જણાવીશું.”

ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવા કરી માંગ

કોકરોચ જનતા પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister)ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે NEET પેપર લીક વિવાદના સંચાલન માટે મંત્રી જવાબદાર છે. મંત્રીના રાજીનામાની સાથે, CJP ભવિષ્યમાં આવી અનિયમિતતાઓને રોકવા માટે દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારાની પણ માંગ કરી રહી છે.


આ પણ વાંચો: NEET પેપર લીક પર મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: 10 વર્ષની જેલ અને 10 કરોડના દંડની તૈયારી

આ પણ વાંચો: “વિદ્યાર્થીઓની વાત સાંભળવી જરૂરી”: NEET પેપર લીક વિવાદમાં શુભમન ગિલ અને ઈરફાન પઠાણનો આંદોલનને ટેકો

આ પણ વાંચો: NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે કોક્રોચનો હુમલો: ‘આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’