Not Set/ રાતોરાત તખતો પલટાયો : દેવેન્દ્ર ફડનવીસે CM તરીકે, અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા, ભાજપ આખરે બનાવી સરકાર

મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે એ સસ્પેન્સ વચ્ચે બધાના આશ્ચર્ય વચ્ચે શનિવારે વહેલી સવારે ભાજપના દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારે સોગંદ લીધા હતા. ભાજપને હવે એનસીપીનો ટેકો મળશે. શનિવારે સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થયો હતો.દેવેન્દ્ર ફડનવીસે રાજભવનમાં મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા હતા.રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ રાજભવનમાં દેવેન્દ્ર […]

Top Stories India

મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે એ સસ્પેન્સ વચ્ચે બધાના આશ્ચર્ય વચ્ચે શનિવારે વહેલી સવારે ભાજપના દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારે સોગંદ લીધા હતા.

ભાજપને હવે એનસીપીનો ટેકો મળશે.

શનિવારે સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થયો હતો.દેવેન્દ્ર ફડનવીસે રાજભવનમાં મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા હતા.રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ રાજભવનમાં દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને સોગંદ લેવડાવ્યા હતા.

સોગંદ લીધા પછી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં  ક્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન રહે તે કેટલું વાજબી ગણાય.અમે સ્થિર સરકાર આપીશું.

દેવેન્દ્ર ફડનવીસે  અજીત પવારનો આભાર માનતા કહ્યું કે તેઓ અમારી સાથે છે અને અમે સ્થિર સરકાર આપીશું.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે શિવસેનાએ જનાઆદેશનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્ય માટે તેમ કરવું યોગ્ય નથી. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રને સ્થિર સરકારની જરૂર છે.એક ‘ખિચડી’ સરકારની નહીં.

તેમણે કહ્યું કે, હું માનનીય અજીત પવાર સાહેબનો આભારી છું કે તેઓ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપવા માટે ભાજપ સાથે કામ કરવા માટે આવ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે એક વખત પણ દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા શરદ પવારનું નામ લીધું નથી. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવાનું કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.