Not Set/ રાજસ્થાન/ નાગૌરમાં બે બસો વચ્ચે સર્જાયો અકસ્માત,11 લોકોનાં મોત

રાજસ્થાનના નાગૌરમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીંના કુચામન શહેરમાં સવારે ત્રણ વાગ્યે બે મીની બસો ટકરાઈ હતી, જેના કારણે 11 મુસાફરો મૃત્યુ થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે બસની સામે એક આખલ આવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે […]

Top Stories India

રાજસ્થાનના નાગૌરમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીંના કુચામન શહેરમાં સવારે ત્રણ વાગ્યે બે મીની બસો ટકરાઈ હતી, જેના કારણે 11 મુસાફરો મૃત્યુ થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. એવું જાણવા મળી રહ્યું છે કે બસની સામે એક આખલ આવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલામાં છ લોકોની હાલત નાજુક હોવાનું જાણવામાં મળી રહ્યું છે. પ્રશાસને તેમને જયપુર ખસેડ્યા છે. બસ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે રસ્તો ખાલી હોવાને કારણે બસ વધુ ઝડપે હતી. તે દરમિયાન રસ્તામાં એક આખલો અથડાયો હતો, જેના કારણે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.