Not Set/ LIVE : ઓખી તુફાનને લઇ તંત્ર એલર્ટ, ૧૫ હજારથી વધુ લોકોનું સ્થળાંતર, NDRF ટીમ પણ કરાઈ તૈનાત

કેરલ અને તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ઓખી તુફાન હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઓખી તુફાનને લઇ રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા તો મહદઅંશે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ તુફાનની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ગણદેવી તેમજ ભરૂચ જીલ્લામાં વધુ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સવારથી જ […]

Top Stories

કેરલ અને તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ઓખી તુફાન હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઓખી તુફાનને લઇ રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા તો મહદઅંશે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ તુફાનની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ગણદેવી તેમજ ભરૂચ જીલ્લામાં વધુ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જયારે રાજ્યભરના કુલ ૯ જીલ્લા તેમજ ૧૩ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

તુફાનની અસર જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્વારા જણાવ્યું કે, અમે સતત નજર રાખી રહ્યા છે તેમજ અસરગ્રસ્તની સુરક્ષા અને સલામતી સંબંધિત તમામ ઓથોરીટીને પણ સતર્ક રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

ઓખી તુફાનને લઇ સરકારી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.

  • તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF ની કુલ ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે.
  • રાજ્યભરમાં ૧૩૦૦૦ થી વધુ બોટ પરત કરવામાં આવી છે
  •  સુરતમાં ૧૩૦૦૦૦૦ થી વધુ લોકોને મેસેજ દ્વારા તુફાન અંગે સંદેશો આપવામાં આવ્યો છે.
  •  સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સ અને ૮૨ જેસીબી મશીનને પણ એલર્ટ રહેવા માટે જાણકારી આપવામાં આવી છે.
  •  સુરત અને દક્ષિણ ગુજરાતના ૨૯ ગામોના ૮૯ પરિવારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમજ હઝીરમાં ગેસની કામગીરી બંધ કરવામાં આવી છે.
  • ઓખી તુફાનને પગલે દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ વિસ્તારમાં ૧૫૦૦૦ થી વધુ લોકોનું જયારે ભરૂચમાં પણ ૭૦૦૦ થી અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
  • સુરત, નવસારી, ગણદેવી અને રાજકોટમાં તુફાનની અસરને પગલે સ્કુલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
  • નવસારી શહેરના ૫૨ કિમીના દરિયાકાંઠાના ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ ત્યાના અસરગ્રસ્ત વિસ્તારમાં NDRF ની 2 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.