સોમવારે સવારે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ તાઇવાનમાં અનુભવાયો છે. યુએસની જીઓલોજીકલ સર્વે પ્રમાણે આ ભૂકંપના આંચકા ૧૦૦ કિલોમીટર દૂર હોંગ કોંગમાં અનુભવાયા હતા.
જો કે આ ભૂકંપબે લીધે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.તો બીજી બાજુ તાઇવાનની સેન્ટ્રલ વેધર બ્યુરોએ ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો.
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પૂર્વ હુલીન શહેરમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ૧૭ લોકોના મૃત્યુ થયા હતા.
સપ્ટેમ્બર ૧૯૯૯માં આ આઈસલેન્ડ પર ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ૨૪૦૦ માણસો મોતને ભેટ્યા હતા.
