સિલિન્ડર બ્લાસ્ટ/ હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર ફાટતા 6 લોકોના મોત

હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યા છે

Top Stories India
Gas cylinder bursting

Gas cylinder bursting:    હરિયાણાના પાણીપતમાં ગેસ સિલિન્ડર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના દાઝી જવાથી મોત નિપજ્યા છે, આ સિલિન્ડર વિસ્ફોટ થતા આજુબાજુના રહીશોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તે ઘટનાસ્થળે ટીમ સાથે દોડી આવી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર (Gas cylinder bursting)  હરિયાણાના પાણીપતમાં  સિલિન્ડર વિસ્ફોટને કારણે પત્ની અને બાળકો સહિત 6 લોકો જીવતા દાઝી ગયા હતા આ અકસ્માત પાણીપતના બિચપડી ગામમાં સવારે 7 વાગ્યે થયો હતો. મૃતકોમાં દંપતી, તેમની બે પુત્રીઓ અને બે પુત્રોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે  હરિયાણાના પાણીપતના એક ગામમાં સવારે સાત વાગ્યે સિલિન્ડર ફાટ્યો, જેના કારણે ઘરમાં આગ લાગી. આગ એટલી ગંભીર હતી કે પરિવારના સભ્યોને બચવાની તક મળી ન હતી. આ અકસ્માતમાં આખો પરિવાર દાઝી ગયો હતો અને 4 બાળકો સહિત 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતી, તેમની બે પુત્રીઓ અને બે પુત્રોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ અબ્દુલ કરીમ (50), તેની પત્ની અફરોઝા (46), મોટી પુત્રી ઈશરત ખાતુન (17), રેશ્મા (16), અબ્દુલ શકૂર (10) અને અફાન (7) તરીકે થઈ છે.અકસ્માતનો ભોગ બનનાર પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. આ અકસ્માતમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. મામલાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

એસિડ એટેક/મહેસાણામાં છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક,હાલત ગંભીર

કોરોના/ચીન કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યો છે,WHOએ ઠપકો આપતા જાણો શું કહ્યું,,,