theft/ રાજકોટમાં જિલેટિન સ્ટિકની ચોરીથી ખળભળાટઃ કેન્દ્રીય તપાસ સંસ્થાઓ પણ કામે લાગી

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે

Top Stories Gujarat Rajkot
જિલેટિન સ્ટિક
  • રાજકોટમાં જીલેટિન સ્ટીકની ચોરી
  • આજીડેમ વિસ્તારમાંથી થઈ ચોરીઃ સૂત્ર
  • બે દિવસ પહેલા બન્યો હતો ચોરીનો બનાવઃ સૂત્ર
  • અંદાજે 1600 જીલેટીન સ્ટીકની ચોરીઃ સૂત્ર
  • તમામ એજન્સીઓ ચોરને પકડવા લાગી કામે
  • ATS સહિતની ટીમે શરૂ કરી તપાસઃ સૂત્ર
  • PMના આગમન પૂર્વે ચોરીની ઘટના
  • બનાવને પગલે રાજકોટ પોલીસ થઈ દોડતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થયું તે પૂર્વે જ રાજકોટમાં જિલેટિન સ્ટિકની ચોરીએ શહેરના સમગ્ર પોલીસ તંત્રને ચોંકાવી દીધું છે.  આ ચોરી આજી ડેમ વિસ્તારમાં થતાં પોલીસ જ નહી એટીએસની ટીમ પણ તપાસમાં લાગી ગઈ છે. પોલીસે આ મુદ્દે કશું પણ કહેવા ઇન્કાર કર્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ 1,600 જિલેટિન સ્ટિકની ચોરી થઈ છે.

સામાન્ય સંજોગોમાં આ વાતનું ખાસ મહત્ત્વ ન હોત પરંતુ વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે આ ઘટના બની હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ રાજકોટ પોલીસ આ ઘટનાના પગલે દોડતી થઈ ગઈ છે. હાલમાં તો ATS સહિત પોલીસની તમામ એજન્સીઓ ચોરને પકડવાના કામે લાગી છે. પોલીસની સાથે-સાથે કેન્દ્રીય તપાસ સંસ્થાઓ પણ કામે લાગી ગઈ છે.

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તેમજ બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી છે. રાજહંસ કંપનીના માલિક એભલભાઇ જલુએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી.

જિલેટિન સ્ટિક કેમ જોખમી

ઉલ્લેખનીય છે કે જિલેટિન સ્ટિકનો ઉપયોગ માઇનિંગમાં પથ્થરો તોડવા અને કન્સ્ટ્રકશન સંલગ્ન કામગીરી માટે થાય છે.  તેમાં સ્ટ્રક્ચર્સ બિલ્ડ કરવા,રોડ, રેલવે અને ટનલો વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. ડીટોનેટર વગર તેનો ઉપયોગ થઈ શકતો નથી. તાજેતરમાં નોઇડામાં બે બહુમાળી ઇમારતો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તોડી પાડવામાં આવી હતી તેમા જિલેટિન સ્ટિક્સનો ઉપયોગ મોટાપાયા પર કરવામાં આવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો કંટ્રોલ્ડ બ્લાસ્ટ માટે જિલેટિન સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.

રખડતા ઢોર / વલસાડમાં ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત