નવસારી/ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ ખેરગામમાં 144 કલમ લાગુ,9 દિવસ સુધી રેલી પર પ્રતિબંધ

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો.

Top Stories Gujarat
4 14 કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ ખેરગામમાં 144 કલમ લાગુ,9 દિવસ સુધી રેલી પર પ્રતિબંધ

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હુમલામાં અનંત પટેલના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. આ મામલે અનંત પટેલ દ્વારા કહેવાયું છે કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર કોંગ્રેસ  દ્વારા આ મામલે હવે ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ખેરગામમાં શાંતિ અને સલામતી માટે અધિક કલેક્ટરે કલમ 144 લાગુ કરી છે.

રવિવારના રોજ નવસારી જિલ્લા ખેરગામ ખાતે અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણાં પર બેસેલા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ સરપંચ ઝરણાં પટેલ સહિત 20 જેટલા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે બાદ ખેરગામમાં વાતાવરણ ગરમાયું હતું. એવામાં શાંતિ અને સલામતી માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટરે કલમ 144 લાગુ કરી દીધી છે. આગામી 9 દિવસ સુધી ચાર દિવસ સુધી ખેરગામમાં લોકોને ભેગા થવા, રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.