Ukraine Russia War/ ભારતીયોને જલ્દી પરત લાવવાના પ્રયાસો, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, કેટલાક મંત્રીઓ યુક્રેન જઈ શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કેટલાક કેન્દ્રીય મંત્રી પડોશી દેશોમાં જઈ શકે છે.

Top Stories India
પીએમ મોદીના જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જો સરકારી સૂત્રોનું માનીએ તો કેટલાક કેન્દ્રીય પ્રધાનો યુક્રેનના પડોશી દેશોમાં જઈને ભારતીયોને બહાર કાઢવા માટે સંકલન કરી શકે છે. જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહનો સમાવેશ થાય છે. મિશન દરમિયાન, આ લોકો વિદ્યાર્થીઓને સંકલન અને મદદ માટે કામ કરશે.

આ પણ વાંચો:ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ ભારત પહોંચી, ત્રણ દિવસમાં 1156 ભારતીયો ઘરે પરત ફર્યા…

આપને જણાવી દઈએ કે, ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. 249 ભારતીય નાગરિકો સાથે એર ઈન્ડિયાની પાંચમી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે સવારે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી દિલ્હી આવી પહોંચી હતી. એર ઈન્ડિયાની 1942A ફ્લાઈટ ભારતીય સમય અનુસાર 12:30 વાગ્યે બુખારેસ્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. સોમવારે સવારે લગભગ સાડા છ વાગ્યે ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. અત્યાર સુધીમાં ત્રણ દિવસમાં 1156 ભારતીયો યુક્રેનથી સુરક્ષિત પરત ફર્યા છે.

જોકે, ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાનું કહેવું છે કે ભારતે યુક્રેનમાંથી લગભગ 2,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તેમાંથી 1,000ને હંગેરી અને રોમાનિયા થઈને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઘરે લાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં પ્રગતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અગાઉ ગુરુવારે, મોદીએ દિલ્હીમાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સરકારની ટોચની પ્રાથમિકતા ભારતીય નાગરિકોની સુરક્ષા છે.

આ પણ વાંચો:યુપી ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે દિગ્ગજોનું દંગલ ચાલુ, પીએમ મોદી મહારાજગંજમાં રેલી કરશે અને અખિલેશ આંબેડકરનગરમાં…

આ પણ વાંચો:કોણ હતા સીવી રામન? જેમના સન્માનમાં મનાવાઈ છે. ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’…