રખડતા ઢોર/ વલસાડમાં ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત

મૃત ગાયોની હાલત જોઈને કોઈને પણ કંપારી છુટી જાય અને આંખમાં આંસુ આવી જાય. ઘટના સ્થળે ગાયોના મૃતદેહ પડયા છે, જેમાં કોઈ ગાયનું માથું કપાયું છે, તો કોઈ ગાયના પગ કપાયા છે. તો કોઈ ગાયના આખા શરીરના કટકા થયા છે.

Top Stories Gujarat Others
Untitled 29 8 વલસાડમાં ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત
  • વલસાડ: ડુંગરી-જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચેની ઘટના
  • રેલવેની અપ-ડાઉન ટ્રેક પર 21 ગાયોના મોત
  • ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત
  • ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર
  • પોલીસ, સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે
  • ગયા વર્ષે પણ 10થી વધુ ગાયના થયા હતા મોત

રાજ્યમાં રખડતા ઢોરનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. અને તેનાથી થતા અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. રોડ રસ્તા પર વાહન ચાલકો સાથે રખડતા ઢોર અથડાવવાની ઘટના હવે સામાન્ય બની છે.  તો હવે  ચાલુ ટ્રેન સાથે પણ  રખડતાં ઢોર અથડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. વલસાડ ખાતે આવી જ એક દુખદ ઘટના બની છે. જેમાં એક સાથે 21 જેટલી ગાયોના કરુણ  મોત થાય છે

વલસાડ ડિવિઝનના ડુંગરી જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 ગાયોના ઘાટણ સ્થળે મોત થાય હતા. ઘટનાને પગલે પશુપાલકો અને જીવદયાપ્રેમીઓમાં ચકચાર મચી ગઇ છે. મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને પશુ ચાલકો ઘટના સાથળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ગાયોનું ટોળું રેલવે ટ્રેક ઉપર છરી રહ્યું હતું. અને  પૂરઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી ગયું હતું. જેમાં  21 ગાયોના મોત નીપજ્યા હતા. આ ઘટના એટલી હચમચાવી દેનારી છે કે મૃત ગાયોની હાલત જોઈને કોઈને પણ કંપારી છુટી જાય અને આંખમાં આંસુ આવી જાય. ઘટના સ્થળે ગાયોના મૃતદેહ પડયા છે, જેમાં કોઈ ગાયનું માથું કપાયું છે, તો કોઈ ગાયના પગ કપાયા છે. તો કોઈ ગાયના આખા શરીરના કટકા થયા છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ વંદે ભારત ટ્રેન સાથે સતત બે દિવસ રખડતા ઢોર ટ્રેક પર આવી  જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પહેલા દિવસે બે ભેંસ અને બીજા દિવસે ગાય અથડાવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.

નોંધનીય છે કે, ગયા વર્ષે ટ્રેનની અડફેટે 10 જેટલી ગાયોના મોત થયા હતા. રખડતા ઢોર હવે માત્ર રોડ પર જ નહી પરંતુ રેલવે ટ્રેક પર પણ ત્રાસદી ફેલાવી રહ્યા છે.

World / નાઈજીરીયામાં પૂરમાંથી બચાવેલ લોકોને લઈ જતી બોટ પલટી, 76ના મોત