Rain/ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

મેઘરાજાએ રાજ્યમાંથી  વિદાય લીધી નથી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે

Top Stories Gujarat
3 15 ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ ખુબ સારૂ રહ્યું છે,અને હજુપણ વરસાદ પડિ રહ્યો છે. મેઘરાજાએ રાજ્યમાંથી  વિદાય લીધી નથી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે ગઇકાલે જુનાગઢમાં જ દોઢથી વધુ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે  વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તથા હળવાથી મધ્યમ વરસાદ બપોરથી સાંજ સુધીમાં પડે એવી સંભાવના જણાવાઈ રહી છે.મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો 15 ઓક્ટોબર સુધી હજુ સામાન્યથી ભારે વરસાદ ખાબકી શકે છે. આના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચી શકે છે. વળી સાવરકુંડલામાં તો ચોમાસુ પીક પર હોય જામે એમ વરસાદ પડ્યો હતો. રસ્તાઓ પરથી સતત પાણી વહેવા લાગ્યું હતું. ખેતરોમાં પાણી ફરીવળતા ખેડૂતો માટે ચિંતાનો વિષય જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે  ઉમરાળા, દાત્રાણામાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બીજી બાજુ પોરબંદરના પારાવડા, મોભીયીવદર ખાતે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તથા સાવરકુંડલા અને ધારીમાં દોઢથી વધુ ઈંચનો વરસાદ પડ્યો હતો.