- ગુજરાતના સાગરકાંઠે ડી-સેલીનેશન પ્નાન્ટ સ્થપાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંગળવારે ખાતવિધિ
- રૂ.600 કરોડનાખર્ચે ડી-સેલીનેશન પ્લાન્ટ સ્થપાશે
- દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવાશે
- માળિયા નજીક ડી-સેલીનેશન પ્લાન્ટ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, PM મોદી ગુજરાત આવી રહ્યા છે અને તેની પાછળનું કારણ પણ અત્યંત મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનો વિશાળ દરિયાકિનારો ધરાવતાં કચ્છના દરિયાકાંઠે માળિયા નજીક તૈયાર થનારા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાના પ્લાન્ટ ડી-સેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન-ખાતમૂહર્ત વિધિવત રીતે મંગળવારે કરશે.
#CoronaUpdate / કોરોના મામલે વિશ્વએ લીધો રાહતનો શ્વાસ, 1 દિવસમાં 1 લાખ કેસ ઘટ્યા…
આપને જણાવી દઇએ કે, હાલ પણ ગુજરાતનાં અનેક વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં પીવાનાં પાણીની સમસ્યાઓ સર્જાઇ છે. પીના પાણીની મહત્તમ સમસ્યા ગુજરાતની સરકારનાં આગવા પ્લાનીંગને કારણે ઉકેલાય ગઇ હોવાનું જોવામાં આવે જ છે, છતા પણ ઉનાળામાં પાણી-પાણીની રોક્કડ હજુ પણ સંભળાય છે. પરંતુ ગુજરાતને હવે પાણીના પોકારો નહી નાખવા પડે કારણ કે, કેન્દ્રની મોદી સરકાર આ દિશામાં પણ કામ કરી રહી છે.
Election: આજથી 6 મનપાની વર્તમાન ટર્મની મુદ્દત પૂર્ણ, પ્રદેશ ભાજપમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ
મંગળવારે બપોરે 1.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માળિયા નજીક આકાર પામનારા ડી-સેલીનેશન પ્લાન્ટની ખાતવિધિ કરશે. રૂ.600 કરોડના ખર્ચે ડી-સેલીનેશન પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે. 100 કરોડ લીટરની ક્ષમતાનો પ્લાન્ટ હાલ અમલી બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સફળ થશે તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ-ડી-સેલીનેશન પ્લાન્ટનો પ્રયોગ અજમાવી દરિયાના વ્યર્થ જતાં ખારા પાણીને પીવાપાત્ર બનાવવામાં આવશે. ડી-સેલીનેશન પ્લાન્ટ પ્રોજેક્ટ સફળ થતાં ગુજરાતમાંથી દુષ્કાળને કાયમી દેશવટો મળશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત પીવાના પાણીની સમસ્યા નિવારવામાં ડી-સેલીનેશન પ્લાન્ટ લાભદાયી પુરવાર થશે.
scam: વિપુલ ચૌધરીનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર, પશુપાલકો દ્વારા સમર્થનમાં રેલીનું આયોજન
આપને જણાવી દઇએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ડીસેલિનેશન પ્લાન્ટની સાથે સાથે ગુજરાત માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. હાઇબ્રિડ નવીનીકરણીય ઉર્જા બગીચો અને સંપૂર્ણ સ્વચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ પણ આમા શામેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…