Scam/ વિપુલ ચૌધરીનાં 4 દિવસનાં રિમાન્ડ મંજૂર, પશુપાલકો દ્વારા સમર્થનમાં રેલીનું આયોજન

ધરપકડ કરાયેલા દૂધ સાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કરી રિમાન્ડ પર સોંપ્યા છે. જો કે, 14 દિવસનાં રિમાન્ડની CID ક્રાઇમ દ્વારા માંગણીા કરાઇ હતી

Gujarat Others
  • વિપુલ ચૌધરીનાં ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર
  • 14 દિવસનાં રિમાન્ડની CID ક્રાઇમ દ્વારા કરાઇ હતી માગ
  • 22 કરોડનાં સાગરદાણ કૌભાંડનો ચૌધરી પર આક્ષેપ
  • સાગર દાણ કૌભાંડ મુદ્દે વિપુલ ચૌધરીની થશે પૂછપરછ
  • ગાંધીનગર CIDએ ચૌધરીની કરી હતી ધરપકડ
  • મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલીનું આયોજન
  • મોટી સંખ્યામાં પશુપાલકો જોડાય તેવી શક્યતા
  • સવારે 10 વાગે દૂધ ઉત્પાદકોની રેલી
  • અર્બુદા ધામથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન

ધરપકડ કરાયેલા દૂધ સાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કરી રિમાન્ડ પર સોંપ્યા છે. જો કે, 14 દિવસનાં રિમાન્ડની CID ક્રાઇમ દ્વારા માંગણી કરાઇ હતી, પરંતુ કોર્ટ દ્વારા 4 દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 22 કરોડનાં સાગરદાણ કૌભાંડનો દૂધ સાગર ડેરીનાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર આક્ષેપ છે. રિમાન્ડ દરમ્યાન સાગર દાણ કૌભાંડ મુદ્દે વિપુલ ચૌધરીની પૂછપરછ CID ક્રાઇમ દ્વારા થશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર CIDએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

દૂધસાગર ડેરીના કરોડોના કથિત કૌભાંડ મુદ્દે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ધરપક્ડ અને કાનુની કાર્યવાહીનાં વિરોધમાં મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે હવે ખુદ મહેસાણાનાં પશુપાલકો જોડાયા છે.

મોટી સંખ્યામાં પશુપાલકો રેલીમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. સવારે 10 વાગે દૂધ ઉત્પાદકો રેલી કાઢી વિરોધ કરશે. અર્બુદા ધામથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે પશુપાલકો-દૂધ ઉત્પાદકો જોડાતા મામલો વધુ ગરમાયો હોવાનું અને ઉંડો રાજકીય રંગ પકડે તેવુ પ્રતિતિ થઇ રહ્યુ છે.

આ પણ જુઓ – જાણીલો શું છે  – વિપુલ કૌભાંડ

દૂધસાગર ડેરીના કથિત કરોડોના કૌભાંડ મુદ્દે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પકડાયા. આક્ષેપ છે કે, તેમણે કેટલાક કર્મચારી સાથે મળી ડેરીના નાણાંની હેરાફેરી કરી. પણ વિપુલ ચૌધરીએ કહ્યું કે, આ કોઈ નાણાંકીય કૌભાંડ છે જ નહીં…..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…