IND vs AUS 2023/ ત્રીજી વનડે પહેલા વિરાટ કોહલી ટીમ સાથે જોડાયો, વીડિયો સામે આવ્યો

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રાજકોટ પહોંચી ગયો છે અને ત્રીજી વનડે મેચમાં રમતા જોવા મળશે.

Gujarat Rajkot Sports

Virat Kohli Reaches Rajkot For 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા વિરાટ કોહલી રાજકોટ પહોંચી ગયો છે અને ટીમ સાથે જોડાઈ ગયો છે. વિરાટને એશિયા કપ 2023 પછી બ્રેક મળ્યો હતો, પરંતુ હવે તે ટીમ સાથે જોડાઈ ગયો છે અને ત્રીજી વનડેમાં એક્શનમાં જોવા મળી શકે છે. આટલું જ નહીં, રિપોર્ટ્સનું માનીએ તો રોહિત શર્મા પણ છેલ્લી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

વિરાટ કોહલી રાજકોટ પહોંચ્યો

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે રાજકોટ પહોંચી ગયો છે, જેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બુધવારે રમાનારી ત્રીજી વનડે મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ભલે ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ જીતી લીધી હોય, પરંતુ વર્લ્ડકપ 2023ની તૈયારીઓમાં ભારત માટે આ છેલ્લી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે.

આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાન સામે 122* રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે 2 મેચમાં બેટિંગ કરી ન હતી.

નજર વિરાટ પર રહેશે

5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. ટૂર્નામેન્ટમાં ફરી એકવાર બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. તેમાં કોઈ શંકા નથી કે વિરાટ ખતરનાક ફોર્મમાં છે, તે મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ભારતીય ટીમને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો :Asian Games 2023/ક્રિકેટ, શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ, રોઇંગમાં 2 બ્રોન્ઝ, વુશુ મેડલ કન્ફર્મ

આ પણ વાંચો :Asian Games 2023/એશિયન ગેમ્સમાં ભારતને મોટી સફળતા મળી, ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો :Asian Games 2023/શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલમાં ચીનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો