Not Set/ જામનગર : વ્યાજખોરોએ ધોળા દિવસે પિતા-પુત્રી પર કર્યો જીવલેણ હુમલો

જામનગર શહેરના પોશ ગણાતા એવા ક્રિકેટ બંગલા વિસ્તારમાં પાંચથી છ જેટલા બુકાનિધારી વ્યાજખોરોએ એક ઈસમ અને તેની બાળકી પર સરાજાહેર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સથળે દોડી આવ્યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. સહદેવસિંહ ચુડાસમા પોતાની પુત્રી સાથે ક્રિકેટ […]

Top Stories Gujarat Others

જામનગર શહેરના પોશ ગણાતા એવા ક્રિકેટ બંગલા વિસ્તારમાં પાંચથી છ જેટલા બુકાનિધારી વ્યાજખોરોએ એક ઈસમ અને તેની બાળકી પર સરાજાહેર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સથળે દોડી આવ્યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

સહદેવસિંહ ચુડાસમા પોતાની પુત્રી સાથે ક્રિકેટ બંગલામાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને ત્યાર બાદ બહાર નીકળતાની સાથે જ ક્રિકેટ બંગલા સામે રાજકોટથી સ્કોર્પિયો કાર લઇને આવેલા વ્યાજખોરોએ પોતાના મોઢે બુકાની બાંધી અને તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો વડે ઓચિંતો હુમલો કરી જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કર્યો હતો.

જોકે સદનસીબે આસપાસમાં ક્રિકેટ રમી રહેલા મોટી સંખ્યામાં બાળકો ઘટનાસ્થળે પહોંચી જતા વ્યાજખોરો પરત ભાગ્યા હતા અને ઇજાગ્રસ્ત સહદેવસિંહ પણ ક્રિકેટ બંગલા તરફ ભાગતા પોતાનો જીવ બચાવી શકાયા હતા.

જોકે વ્યાજખોરોના હુમલાની સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત સહદેવસિંહને હાથના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.