Not Set/ ૩૨ વર્ષીય તેલંગણા વિધાનસભા ચૂંટણીના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર લાપતા, BLF પાર્ટીએ આપી હતી ટીકીટ

ટ્રાન્સજેન્ડર મહિલાચંદ્રમુખી કે જેઓ આ વર્ષે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી લડવાના છે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે તેઓ લાપતા થઇ ગયા છે. ૩૨ વર્ષીય ચંદ્રમુખી કે જેઓ ચૂંટણીના ઉમેદવાર છે તેઓ અચાનક જ ગાયબ થઇ ગયા છે. Chandramukhi a trans woman contesting from Goshamahal constituency in Hyderabad on a Bahujan Left Front ticket has gone […]

Top Stories India Trending Politics

ટ્રાન્સજેન્ડર મહિલાચંદ્રમુખી કે જેઓ આ વર્ષે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી લડવાના છે. હાલમાં જ સમાચાર મળ્યા છે કે તેઓ લાપતા થઇ ગયા છે.

૩૨ વર્ષીય ચંદ્રમુખી કે જેઓ ચૂંટણીના ઉમેદવાર છે તેઓ અચાનક જ ગાયબ થઇ ગયા છે.

ચંદ્રમુખી મૂવ્વલા કે જેઓ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે જેઓ તેલંગણાની આવનારી ચૂંટણી લડવાના હતા. મંગળવારે સવારે ૮: ૨૫ વાગ્યે તેઓ ગુમ થયા હતા ત્યારબાદ તેના પરિવારે એફઆઈઆર નોંધાવી હતી.

Image result for chandramukhi first transgender of telangana

પોલીસે હાલ સીસીટીવી કેમેરાની મદદથી ચંદ્ર્મુખીને શોધવાના પ્રયાસ હાથ ધર્યા છે.ચંદ્ર્મુખીને છેલ્લે ૮: ૧૭ વાગ્યે સવારે ફોન આવ્યો હતો.

Image result for chandramukhi first transgender of telangana

હૈદરાબાદમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનીટી માટે ચંદ્રમુખી એક ઓળખીતો ચહેરો છે.

અનીથા મુવ્વલા જે જેઓ ચંદ્રમુખીના માતા છે તેમણે છેલ્લે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે ચંદ્રમુખી સાથે વાત કરી હતી.અનીથાએ કહ્યું હતું કે તે ટીકીટ મળી જવાને લીધે ઘણી ખુશ હતી. મને બીક લાગી રહી છે કે તેની સાથે કોઈ અજુગતું ન થઇ જાય.

પોલીસે આ માંમલે વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય પહેલા પીટીઆઈ સાથે વાતચીત દરમ્યાન તેમણે ચૂંટણી વિશે કહ્યું હતું કે મને કોઈ પાર્ટી સપોર્ટ નહતી કરી રહી. ટ્રાન્સજેન્ડરને ટીકીટ આપવા માટે કોઈ પાર્ટી તૈયાર નહતી થઇ. પરંતુ બીએલએફે મને ટીકીટ આપી અને મેં મારું નોમિનેશન ભરી લીધું છે.