Parliament Monsoon Session Protest and House Adjournment News: સંસદનું ચોમાસુ સત્ર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. સત્રના(Lok Sabha) માત્ર બે દિવસ બાકી રહ્યા છે અને 13 ઓગસ્ટે ચોમાસુ સત્ર પૂર્ણ થશે. જોકે, સત્રના અંતિમ દિવસોમાં પણ સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય ટકરાવ યથાવત છે. રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિના મુદ્દે ચર્ચા અને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે ગૃહમંત્રી અમિત શાહના જવાબની માંગને લઈને વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યો છે.
સંસદ બહાર ભાજપ અને વિપક્ષના અલગ-અલગ પ્રદર્શન
સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સંસદ ભવનની બહાર ભાજપ અને વિપક્ષના સાંસદોએ અલગ-અલગ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી સાંસદોએ ‘ગૃહમંત્રી સદનમાં આવીને જવાબ આપો’ જેવા નારા લગાવ્યા હતા. બીજી તરફ ભાજપના સાંસદોએ ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધી વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી. અગાઉના દિવસે પણ સરકાર અને વિપક્ષના સાંસદોએ લગભગ એક જ સમયે પ્રદર્શન કર્યું હતું, જેના કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
Lok Sabhaની કાર્યવાહી ભારે હંગામા વચ્ચે સ્થગિત
લોકસભાની(Lok Sabha) કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ વિવિધ મુદ્દાઓને લઈને નારેબાજી શરૂ કરી હતી. ભારે હંગામા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે દેશ ઈચ્છે છે કે સદન ચાલે અને સરકારે ચર્ચા માટે સહમતિ આપી છે. જોકે, હંગામો ચાલુ રહેતા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાજ્યસભામાં પણ જોરદાર નારેબાજી
લોકસભા(Lok Sabha) બાદ રાજ્યસભામાં પણ વિપક્ષે ભારે હંગામો કર્યો હતો. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી હતી. રિજિજુએ સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. જોકે, સતત હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ વિદ્યાર્થીઓ સામેની પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા સરકાર પર સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે આવી કાર્યવાહી થાય ત્યારે શું વિપક્ષ ચૂપ બેસી રહે? બીજી તરફ FCRA બિલને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ સરકારને સવાલ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ બિલ લઘુમતી સમુદાયને દબાવવા માટે લાવવામાં આવી રહ્યું છે.
સત્રના 17મા દિવસે પણ કામકાજ પર અસર
ચોમાસુ સત્ર દરમિયાન સતત હંગામાને કારણે સંસદનું કામકાજ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે. વિપક્ષી દળો રામ મંદિરના ચઢાવાની કથિત ચોરી અંગે ચર્ચા અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહમંત્રીના(Lok Sabha) જવાબની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનો દાવો કરી રહી છે. હવે સત્ર પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી હોવાથી અંતિમ દિવસોમાં સંસદનું કામકાજ કેટલું થઈ શકે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:સંસદમાં વિધાર્થી આંદોલન પર ચર્ચા માટે સરકાર તૈયાર; ગૃહ મંત્રી આપશે જવાબ
આ પણ વાંચો:મહિલા સશક્તિકરણ પર કોંગ્રેસના નિવેદનથી રાજકારણ ગરમાયું; રિજીજુએ કોંગ્રેસને ઘેરી
આ પણ વાંચો:ભાજપ સાંસદે લગાવ્યા ‘રાહુલ ગાંધી શરમ કરો’ના નારા, પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે આપ્યો જવાબ
