Business News/ AGM પહેલાં જ N. ચંદ્રશેખરનનું ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું, ફેબ્રુઆરી 2027 સુધી રહેશે

ટાટા સન્સના ચેરમેન N. ચંદ્રશેખરને રાજીનામું (N Chandrasekaran Resigns) આપ્યું છે. 18 ઓગસ્ટની AGM પહેલાં આવેલા આ નિર્ણય બાદ તેઓ ફેબ્રુઆરી 2027 સુધી પદ પર રહેશે.

Top Stories Breaking News Business
AGM પહેલાં ટાટા સન્સમાં ભૂકંપ, N Chandrasekaran Resigns

Business News: ટાટા ગ્રુપમાં મોટા નેતૃત્વ પરિવર્તનના સમાચાર સામે આવ્યા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન N. ચંદ્રશેખરને પોતાના પદ પરથી રાજીનામું (N Chandrasekaran Resigns) આપ્યું છે. જોકે, તેઓ તાત્કાલિક પદ છોડશે નહીં અને ફેબ્રુઆરી 2027 સુધી જવાબદારી સંભાળશે. આ નિર્ણય 18 ઓગસ્ટે યોજાનારી ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલાં આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, AGMમાં તેમના બોર્ડમાં ચાલુ રહેવા અંગેની અનિશ્ચિતતા વચ્ચે આ નિર્ણય લેવાયો છે.

ચંદ્રશેખરન વર્ષ 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા. તેઓ ટાટા પરિવારની બહારના પ્રથમ વ્યાવસાયિક મેનેજર હતા, જેમણે ટાટા ગ્રુપની કમાન સંભાળી હતી. તેમના નેતૃત્વ દરમિયાન ટાટા ગ્રુપે એવિએશન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, બેટરી અને ડિજિટલ બિઝનેસ જેવા ક્ષેત્રોમાં મોટા પાયે વિસ્તરણ કર્યું.

18 ઓગસ્ટની AGM પહેલાં કેમ આવ્યો નિર્ણય?

ચંદ્રશેખરનનું રાજીનામું (N Chandrasekaran Resigns) એવા સમયે આવ્યું છે જ્યારે 18 ઓગસ્ટે ટાટા સન્સની AGM યોજાવાની છે. અહેવાલો અનુસાર, તેમની આગળની ભૂમિકા અને બોર્ડમાં પુનઃનિયુક્તિ અંગે અનિશ્ચિતતા હતી. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની મોટી હિસ્સેદારી હોવાથી ટ્રસ્ટ્સના વલણને આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ફેબ્રુઆરી 2026માં પણ ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણ અંગેનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. તે સમયે અહેવાલોમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા દ્વારા ગ્રુપના કેટલાક નવા બિઝનેસમાં ઊંચા મૂડીરોકાણ અને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

N Chandrasekaran Resigns
N Chandrasekaran Resigns

નોએલ ટાટા સાથે મતભેદની ચર્ચા

ચંદ્રશેખરન (N Chandrasekaran Resigns)ના કાર્યકાળને લઈને નોએલ ટાટા અને ટાટા ટ્રસ્ટ્સના વલણ અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી. નવા બિઝનેસમાં ભારે મૂડીરોકાણ, કેટલીક કંપનીઓના નાણાકીય પરિણામો અને ગ્રુપની ભવિષ્યની વ્યૂહરચના જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ખાસ કરીને એર ઇન્ડિયા, સેમિકન્ડક્ટર, બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ બિઝનેસ જેવા ક્ષેત્રોમાં ટાટા ગ્રુપના મોટા રોકાણને કારણે ગ્રુપની મૂડી ફાળવણી અને રોકડ પ્રવાહ અંગે પણ સવાલો ઉઠ્યા હતા.

રતન ટાટાના નિધન બાદ બદલાયેલું વાતાવરણ

ઓક્ટોબર 2024માં રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપના ટ્રસ્ટ્સ અને નેતૃત્વને લઈને આંતરિક ચર્ચાઓ વધુ મહત્વની બની હતી. રતન ટાટાના સમયમાં ગ્રુપમાં બનેલી નેતૃત્વની સમજૂતી અને સંતુલન બાદ હવે આગામી તબક્કામાં ટાટા ગ્રુપની કમાન કેવી રીતે આગળ વધશે તેના પર ઉદ્યોગ જગતની નજર છે.

ટાટા સન્સના વાર્ષિક અહેવાલમાં પણ નોએલ ટાટાને ઓક્ટોબર 2024થી બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સામેલ કરાયા હોવાનું નોંધાયું છે.

N Chandrasekaran Resigns: 2017થી ચંદ્રશેખરનના નેતૃત્વમાં ટાટા ગ્રુપનું વિસ્તરણ

ચંદ્રશેખરન (N Chandrasekaran Resigns)ના કાર્યકાળમાં ટાટા ગ્રુપે પરંપરાગત બિઝનેસથી આગળ વધીને અનેક નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો.

તેમના કાર્યકાળ દરમિયાન તેમણે  એર ઇન્ડિયા: ટાટા ગ્રુપે એર ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું.

સેમિકન્ડક્ટર:ટાટાએ ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ શરૂ કર્યું.

ઇલેક્ટ્રોનિક્સ: ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકાયો.

EV અને બેટરી: ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી ક્ષેત્રે મોટા પ્રોજેક્ટ્સ આગળ વધારાયા.

ડિજિટલ બિઝનેસ: ટાટા ન્યૂ અને અન્ય ડિજિટલ પહેલ દ્વારા નવા ગ્રાહક ક્ષેત્રોમાં વિસ્તરણ કરવામાં આવ્યું.

TCSના સત્તાવાર દસ્તાવેજોમાં ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેઓ ફેબ્રુઆરી 2017થી આ ભૂમિકામાં હોવાની માહિતી આપવામાં આવી છે.

આવક અને નફામાં મોટો વધારો

ચંદ્રશેખરનના નેતૃત્વ દરમિયાન ટાટા ગ્રુપના કદમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું આપવામાં આવેલા આંકડા દર્શાવે છે.

FY20માં મહેસૂલ: આશરે ₹7.89 લાખ કરોડ

FY26માં મહેસૂલ: આશરે ₹16.24 લાખ કરોડ

FY20માં ચોખ્ખો નફો: આશરે ₹32,000 કરોડ

FY26માં ચોખ્ખો નફો: આશરે ₹1.71 લાખ કરોડ

FY20માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ: આશરે ₹9.31 લાખ કરોડ

FY26માં માર્કેટ કેપ: આશરે ₹24.39 લાખ કરોડ

અર્થાત્, આ સમયગાળામાં ગ્રુપના બિઝનેસ અને લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ.

હવે આગળ શું?

ચંદ્રશેખરનના રાજીનામા (N Chandrasekaran Resigns)થી ટાટા ગ્રુપમાં આગામી નેતૃત્વ અંગે ચર્ચા તેજ બનશે. ખાસ કરીને સેમિકન્ડક્ટર ફેબ, EV બેટરી, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એર ઇન્ડિયા સાથે જોડાયેલા મોટા પ્રોજેક્ટ્સ માટે આગામી ચેરમેનની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 સુધી જવાબદારી સંભાળશે તેવા અહેવાલો વચ્ચે ટાટા સન્સ હવે આગામી નેતૃત્વ માટેની પ્રક્રિયા કેવી રીતે આગળ વધારે છે તેના પર કોર્પોરેટ જગતની નજર રહેશે.


આ પણ વાંચો:ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનો તેમના સાથીદારોને ભાવનાત્મક પત્ર : ‘આ ઘટના ટાટા ગ્રુપના ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંનો એક છે’

આ પણ વાંચો:ટાટા ગ્રુપે મૃતકો માટે 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી

આ પણ વાંચો:ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ