Vadodara News/ વડોદરામાં રિલાયન્સ એન્જિનિયરની પત્નીનો આપઘાત, પગ પર લખી સુસાઈડ નોટ; ₹2 લાખ માટે ત્રાસનો આક્ષેપ

વડોદરાના ઉંડેરામાં રિલાયન્સ એન્જિનિયરની પત્નીએ આપઘાત (Reliance Engineer Wife Suicide) કર્યો; પરિવારનો ₹2 લાખ માટે ત્રાસ આપવાનો આક્ષેપ, પતિ સહિત ત્રણ સામે ગુનો.

Top Stories Gujarat Vadodara Breaking News
Reliance Engineer Wife Suicide: દીકરીને પાડોશીને સોંપી મહિલાએ આપઘાત કર્યો, પગ પર મળી સુસાઈડ નોટ

Vadodara News: વડોદરાના ઉંડેરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ ટાઉનશિપમાં 8 મહિનાની બાળકીની માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત (Reliance Engineer Wife Suicide) કરી લેતા ચકચાર મચી છે. મૃતક મહિલાના પરિવારનો આક્ષેપ છે કે, પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી ₹2 લાખ લાવવાનું કહી પતિ અને સાસરિયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાની તપાસ દરમિયાન મહિલાના પગ પર પેનથી લખાયેલી ચાર લાઇનની નોંધ પણ મળી હોવાનું સામે આવ્યું છે.

ત્રણ વર્ષ પહેલાં થયા હતા લગ્ન

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના કાસગંજમાં રહેતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવની બહેન સીમાના લગ્ન 22 જૂન 2023ના રોજ હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ સાથે થયા હતા. સુધીર વડોદસ્થિત રિલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હોવાથી દંપતી ઉંડેરા રિલાયન્સ ટાઉનશિપમાં રહેતું હતું. બંનેને 8 મહિનાની એક પુત્રી પણ હતી.

પ્લોટ ખરીદવા માટે ₹2 લાખની માગણીનો આક્ષેપ

સીમાના ભાઈએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મે 2026માં સુધીરે ફોન કરીને પ્લોટ ખરીદવા માટે ₹2 લાખની જરૂર હોવાનું કહી આ રકમની માગણી કરી હતી. પરિવારજનોએ જુલાઈ સુધી રાહ જોવા જણાવ્યું હતું. આ દરમિયાન સીમાને પિયર સાથે વાતચીત કરવામાં પણ મુશ્કેલી ઊભી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, સીમાએ પોતાના ભાઈને કહ્યું હતું કે તેના સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને પિયર પાસેથી રૂપિયા લાવવા માટે ઉશ્કેરતા હતા. પતિ પણ સતત પૈસા લાવવા માટે તેના પર દબાણ કરતો હોવાની વાત સીમાએ માતા અને ભાભીને કરી હતી.

Reliance Engineer Wife Suicide
Reliance Engineer Wife Suicide

ફોન રિપેર કરાવવા અંગે પણ વિવાદ

પોલીસ ફરિયાદ મુજબ, 8 ઓગસ્ટે સુધીરે સીમાના ભાઈ અનિલકુમારના મોટા ભાઈ સુનીલને મેસેજ કરીને સીમાને ફોન રિપેર કરાવવા કહેવા જણાવ્યું હતું. સાથે જ ફોન રિપેર નહીં કરાવે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સીમા અને સુધીર વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન સુધીરનો ફોન તૂટી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

Reliance Engineer Wife Suicide: પુત્રીને પાડોશીને સોંપ્યા બાદ આપઘાત

9 ઓગસ્ટે સવારે સુધીર ફોન રિપેર કરાવવા માટે બહાર ગયો હતો. તે સમયે સીમાએ પોતાની 8 મહિનાની પુત્રીને ઉપરના માળે રહેતા પાડોશીને સોંપી હતી. સીમાએ પાડોશીને રસોઈ બનાવવાની વાત કહી બાળકીની સંભાળ રાખવા જણાવ્યું હતું.લગભગ અડધા કલાક બાદ બાળકી રડવા લાગતાં પાડોશી સીમાના ઘરે પહોંચ્યા હતા. ત્યારે સીમાએ ઓઢણીના સહારે ગળેફાંસો ખાધો (Reliance Engineer Wife Suicide) હોવાનું જાણવા મળ્યું હતું.

Reliance Engineer Wife Suicide
Reliance Engineer Wife Suicide

પગ પર પેનથી લખેલી ચાર લાઇનની નોંધ

ઘટનાની જાણ થતાં સીમાના પરિવારજનો ઉત્તર પ્રદેશથી વડોદરા પહોંચ્યા હતા. સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન સીમાના પગ પર પેનથી લખાયેલી ચાર લાઇનની નોંધ (Suicide Note) મળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પરિવારના જણાવ્યા પ્રમાણે, આ નોંધમાં સીમાએ પતિ અને સાસરિયાઓના ત્રાસ અંગે લખ્યું હતું. તેમાં તેણે દુનિયા છોડવાની અને પતિને પોતાના પરિવારને ખુશ રાખવાની વાત લખી હોવાનો ઉલ્લેખ છે.

Reliance Engineer Wife Suicide
Reliance Engineer Wife Suicide

અગાઉ પણ ₹50 હજાર માંગ્યાનો પરિવારનો આક્ષેપ

સીમાની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, સુધીરે અગાઉ પણ ઉત્તર પ્રદેશ આવ્યા સમયે ₹50 હજારની માગણી કરી હતી. તે સમયે પરિવાર પાસે પૈસા ન હોવાથી રકમ આપી શકાઈ નહોતી.પરિવારનો વધુ આક્ષેપ છે કે, સીમા પિયર સાથે વાતચીત ન કરી શકે તે માટે તેના ફોનમાં પરિવારજનોના નંબર બ્લોક કરવામાં આવ્યા હતા. સીમાને પોતાના ફોનથી પણ પિયરપક્ષ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પતિ, સાસુ અને સસરા સામે ગુનો

આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે (Jawaharnagar Police) સીમાના પતિ સુધીરકુમાર, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો, મોબાઇલ મેસેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વડોદરામાં ડિવોર્સી મહિલાએ બે દીકરીઓની હત્યા કરી આપઘાતનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો:વડોદરામાં પત્ની પર કટરથી હુમલો કરી પતિનો આપઘાત

આ પણ વાંચો:વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાના કારણે ચકચાર મચી