Ambaji News/ અંબાજી દર્શન કરવા જતાં બે લોકોનો થયો મોત સાથે ભેટો, 500ને ઇમરજન્સી સારવાર

ભાદરવી પૂનમના મેળામાં અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઈમરજન્સી સેવાઓ માટે વરદાન બની છે.

Gujarat Others Trending Breaking News

Ambaji News: ભાદરવી પૂનમના મેળામાં અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઈમરજન્સી સેવાઓ માટે વરદાન બની છે. જો કે સમગ્ર મેળા દરમિયાન બે લોકોના મોત થયા છે. જેમાં હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે આ જનરલ હોસ્પિટલમાં 500 ઈમરજન્સી સારવાર આપવામાં આવી છે. 15 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

જો કે આ હોસ્પિટલમાં 5 જેટલા દર્દીઓમાં હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા હતા. તેમાંથી એકનું 16 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. જ્યારે બીજા એક દર્દી જે દાંતાથી નીકળી અંબાજી પગપાળા પહોંચી રહ્યા હતા, તેમને પાન્સા પાસે હૃદયનો દુ:ખાવાની તકલીફ થતાં અંબાજીની આ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેમાં અન્ય લોકોમાં આ હૃદય રોગના લક્ષણો જોવા મળી રહ્યા હતા. તેને અંબાજી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. દાંતાના અશોકભાઈ દરજીનું આજે અવસાન થયું હતું, જેની ઉંમર અંદાજે 45 વર્ષની હતી અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો, અંબાજીમાં 22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

આ પણ વાંચો:બનાસકાંઠાનાં અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, પ્રથમ દિવસે લગભગ બે લાખે દર્શન કર્યા

આ પણ વાંચો:અંબાજીમાં ભાદરવી પૂનમે આવશે લાખો માઈભક્તો, ST વિભાગે પણ કસી કમર