આદેશ/ પાલનપુરમાં નિર્માણધીન પુલ તૂટવાની ઘટના મામલે CMએ આપ્યા તપાસના આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે.

Top Stories Gujarat

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી થયો છે. આ ઘટનાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે અને તાપસનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે ૫૮ પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે.