West Bengal News : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી Mamata Banerjee એ પોતાની હારનો કડક વિરોધ નોંધાવ્યો છે. કોલકાતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, “આ ચૂંટણી હાર નથી, પરંતુ લોકશાહીની લૂંટ છે. ભાજપે ચૂંટણી પંચનો દુરુપયોગ કરીને જનાદેશ હાઇજેક કર્યો છે.”
મમતાએ હારની સમીક્ષા માટે 10 સભ્યોની ખાસ ટીમ રચવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે આરોપ(Allegations) લગાવ્યો કે મતદાર યાદીમાંથી આશરે 90 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હતા, જેમાંથી કોર્ટના હસ્તક્ષેપ બાદ ફક્ત 32 લાખ નામો જ ફરીથી ઉમેરાયા.
મુખ્યમંત્રીએ Election Commission of India પર સીધો નિશાન સાધતા કહ્યું કે આ ચૂંટણી “મેચ ફિક્સિંગ” જેવી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે મતદાન બાદ પણ EVM મશીનોમાં 80-90% બેટરી કેવી રીતે રહી શકે?

તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલા તેમના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી, દરોડા પાડવામાં આવ્યા અને નિષ્પક્ષ અધિકારીઓને બદલી નાખવામાં આવ્યા. મમતાના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં કેન્દ્ર સરકારની સીધી દખલગીરી હતી.
Mamata Banerjeeએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સામે નહીં, પરંતુ પક્ષપાતી સિસ્ટમ સામે છે. “હું નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવા તૈયાર છું, પરંતુ આ લડાઈ અંત સુધી લડાશે,” એમ તેમણે ઉમેર્યું.
વિપક્ષી એકતાને મજબૂત ગણાવતા મમતાએ જણાવ્યું કે Sonia Gandhi, Rahul Gandhi, Arvind Kejriwal અને Uddhav Thackeray સહિતના નેતાઓએ તેમને ટેકો વ્યક્ત કર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા Akhilesh Yadav 6 મેના રોજ કોલકાતાની મુલાકાત લેશે અને ગઠબંધનની આગાહી માટે ચર્ચા કરશે.
Mamata Banerjeeએ ચૂંટણીને “મારા જીવનની સૌથી ગંદી અને ક્રૂર ચૂંટણી” ગણાવી અને કહ્યું કે 2004 પછી પણ તેમણે આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. તેમણે દાવો કર્યો કે બંગાળમાં “લોકશાહીની હત્યા” કરવામાં આવી છે અને ભાજપે મત ચોરી કરી છે.
આ વચ્ચે, ટીએમસી આ મામલે કાનૂની લડાઈ લડવાની તૈયારીમાં છે અને ગઠબંધનના નેતાઓ સાથે મળીને આગામી રણનીતિ ઘડવામાં આવશે.
આ પણ વાંચો : કોલકાતામાં ડોક્ટરોની 99 ટકા માંગણી સ્વીકારવા મમતા બેનરજી તૈયાર, છતાં વિરોધ યથાવત
આ પણ વાંચો : મમતા બેનરજી પોતે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોને મળવા પહોંચ્યા
આ પણ વાંચો : બંગાળ બળશે તો યુપી-બિહાર-આસામ પણ સળગી જશેઃ આગ દિલ્હી પહોંચશે – મમતા બેનરજી
