Not Set/ જેટ એરવેજની એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, આરોપીની કરાઈ ધરપકડ

મુંબઈ, એરલાઇન્સ કંપની જેટ એરવેજની કલક્ત્તાથી મુંબઈ જઈ રહેલી એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હકીકતમાં, આ ધમકી આપનાર આરોપી વિમાનમાં બેસીને કોઈ વ્યક્તિ સાથે ફોન પર વિમાનમાં ધમાકો કરવાની વાત કરી રહ્યો હતો, ત્યારબાદ એક સહયાત્રીએ આરોપીની વાત ક્રુ મેમ્બરને કહી હતી. A passenger J Poddar travelling on […]

India Trending

મુંબઈ,

એરલાઇન્સ કંપની જેટ એરવેજની કલક્ત્તાથી મુંબઈ જઈ રહેલી એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હકીકતમાં, આ ધમકી આપનાર આરોપી વિમાનમાં બેસીને કોઈ વ્યક્તિ સાથે ફોન પર વિમાનમાં ધમાકો કરવાની વાત કરી રહ્યો હતો, ત્યારબાદ એક સહયાત્રીએ આરોપીની વાત ક્રુ મેમ્બરને કહી હતી.

જો કે ત્યારબાદ CISFના જવાનો દ્વારા આ આરોપીને વિમાનની ઉતારી મુકવામાં આવ્યો હતો તેની ધરપકડ કરાઈ છે અને ફ્લાઈટને મુંબઈ જવા માટે રવાના કરાઈ હતી.

Image result for jet airways

મળતી માહિતી મુજબ, સોમવાર સવારે જેટ એરવેજના વિમાને કલકત્તાથી મુંબઈ જવા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાનના સીટ નંબર (9W0472) પર બેસેલા એક વ્યક્તિએ ટેકઓફ થયાના તરત જ ફોન કર્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, આરોપીએ ફોન કાળા કલરના કપડામાં છુપાવીને રાખ્યો હતો.