Gujarat Weather:ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમીએ લોકોને ત્રાહિમામ પોકારાવી દીધા છે. હવામાન વિભાગ (IMD)ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યમાં હીટવેવથી (Heatwave) લઈને સીવિયર હીટવેવની સ્થિતિ 11થી 13 માર્ચ સુધી ચાલુ રહેશે, ત્યારબાદ ધીમે ધીમે રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં, જ્યાં તીવ્ર હીટવેવની (Heatwave) સ્થિતિ અત્યંત સંભવિત છે. આ સાથે ઓરેન્જ એલર્ટ અનેક જિલ્લાઓમાં લાગુ છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા અને આણંદનો સમાવેશ થાય છે.
માર્ચ મહિનામાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 5થી 7 ડિગ્રી વધુ છે. છેલ્લા 100 વર્ષના કેટલાક રેકોર્ડ તૂટી ગયા છે.
મુખ્ય શહેરો/વિસ્તારોના તાપમાન
મુખ્ય શહેરો |
તાપમાન |
મુખ્ય શહેરો |
તાપમાન |
| વલ્લભ વિદ્યાનગર | 42.3°C | ગાંધીનગર | 40.7°C |
| રાજકોટ | 42.0°C | ડીસા | 40.7°C |
| અમદાવાદ | 41.4°C | અમરેલી | 40.9°C |
| વડોદરા | 41.6°C | પોરબંદર | 40.2°C |
| સુરત | 41°C | વેરાવળ | 40.7°C |
| સુરેન્દ્રનગર | 41°C |
રાજ્યમાં હિટવેવની (Heatwave) સ્થિતિ
ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41°C આસપાસ રહ્યું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે વોર્મ નાઈટ્સની અસર વધુ અનુભવાઈ રહી છે.

બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, જ્યારે ઠંડા પીણાં અને આઈસ્ક્રીમના સ્ટોલ પર ભીડ વધી ગઈ છે. લોકો બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આકરી ગરમીને કારણે હીટ સ્ટ્રોક (Heatwave), ડિહાઈડ્રેશન અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધુ છે.
આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં, પરંતુ ત્યારબાદ 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.એપ્રિલ-મેમાં ગરમી વધુ તીવ્ર (Heatwave) થવાની શક્યતા છે, જેની ચિંતા લોકોમાં વ્યાપી છે.હવામાન નિષ્ણાંતોના મતે, આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ આકરો રહી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ!,ખેડૂતોના પાકને જોખમ, હવામાન વિભાગની ચેતવણી
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,ઠંડીમાં ઘટાડો, તાપમાનમાં વધારો
આ પણ વાંચો: ગુજરાતમાં ડબલ સીઝનનો અનુભવ,નલિયામાં 11.2°C સાથે સૌથી ઓછી ઠંડી નોંધાઈ
