Not Set/ live: મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21 ટકા વૉટિંગ

મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાયું છે. આ માટે મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે 65,367 મતદાન મથકો ઊભા કરાયાં હતાં. મધ્ય પ્રદેશના ભિંડમાં  પોલિંગ બુથની બહાર ફાયરીંગ કરવામાં આવ્યું છે જેના કારણે મતદાન બંધ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21 ટકા […]

Top Stories India

મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 અને મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાયું છે. આ માટે મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે 65,367 મતદાન મથકો ઊભા કરાયાં હતાં.

મધ્ય પ્રદેશના ભિંડમાં  પોલિંગ બુથની બહાર ફાયરીંગ કરવામાં આવ્યું છે જેના કારણે મતદાન બંધ કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21 ટકા વૉટિંગ,મેઘાલયમાં 11 વાગ્યા સુધીમાં 29 ટકા મતદાતાઓએ કર્યું વોટિંગ

નકસલ પ્રભાવિત જિલ્લાના ત્રણ નકસલ પ્રભાવિત વિધાનસભા ક્ષેત્રો પરસવાડા, બૈહર અને લાંજીમાં મતદાતાઓની લાઇનો લાગી છે.

ગ્વાલિયર, શહડોલ, આગર માલવા, ઈન્દોર, ઉજ્જૈન સહિત અન્ય જિલ્લાઓમાં પોલિંગ બૂથો પર સમસ્યાઓ થઈ રહી છે. કોંગ્રેસના નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહે ઈવીએમની ખરાબી પર સવાલ ઊભા કર્યા છે.

એમપી ગુનામાં ચૂંટણી પંચના એક અધિકારી અને ઇન્દોરમાં બે અધિકારીઓના હૃદય રોગનો હુમલો થતા નિધન

મધ્યપ્રદેશના અગર માલવામાં 101 વર્ષના મહિલાએ કર્યું મતદાન

પીએમ મોદીએ ભારે મતદાનની કરી અપીલ. સોશિયલ મીડિયા પર કહ્યું – આજે મધ્યપ્રદેશમાં મતદાનનો દિવસ છે. રાજ્યના તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ પૂરા ઉ્સાહની સાથે લોકતંત્રના મહાર્પવમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.

મિઝોરમ: સવારે 9 વાગ્યા સુધીમાં 15 ટકા મતદાતાઓએ કર્યું વોટિંગ

ભોપાલમાં પહેલી વખત મતદાન કરતાં યુવા મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધનીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વોટ કોઇ એક વ્યક્તિ માટે નથી. પરંતુ આખા મધ્ય પ્રદેશ માટે છે. બુધવારના રોજ થઇ રહેલું વોટિંગ મધ્ય પ્રદેશનું ભવિષ્ય નક્કી કરશે.

મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. રાજ્યમાં સીએમ શિવરાજ સિંહ સહિત પક્ષ-વિપક્ષના અનેક દિગ્ગજોનું ભવિષ્ય દાવ ઉપર છે. બીજેપીએ પ્રદેશની બધી જ 230 સીટો ઉપર ઉમદવારો ઊભા કર્યા છે.

જ્યારે કોંગ્રેસે 229 ઉમદવારો મેદાનમાં ઉતાર્યા છે. જતારાની એક સીટ લોકતાંત્રિકજનતા દળ માટે છોડી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના 208, બીએસપીના 227, બહુજન મુક્તિ પાર્ટીના 34, જનાધિકાર પાર્ટીના 32, સમાજવાદી પાર્ટીના 52, સપાક્સના 110, શિવસેનાના 81 સીટો ઉપર ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધારે વિપક્ષના 1094 ઉમેદવારો છે.

આ ચૂંટણી પ્રક્રિયા માટે 3,00,782 કર્મચારીઓને તહેનાત કરાયાં છે. તે ઉપરાંત 12,363 માઇક્રો ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરાયાં છે. મધ્ય પ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાન માટે 1.80 લાખ સુરક્ષા કર્મચારી તહેનાત કરાયાં છે.