Not Set/ આ રીતે ઘરે બનાવો રવા ઢોસા, રેસીપી

સામગ્રી 1 કપ રવો 2 ટીસ્પૂન મેંદો 1/2 કપ તાજું દહીં 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1/2 ટીસ્પૂન જીરૂ 2 ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર 2 ટેબલસ્પૂન કાજૂના ટુકડા મીઠું (સ્વાદાનુસાર) 2 ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ(વઘાર કરવા માટે) તળેલી નાળિયેરની ચટણી (પીરસવા માટે) સાંભર (પીરસવા માટે) બનાવવાની રીત એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને 1/2 કપ પાણી મેળવી સારી રીતે તેને મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર […]

Lifestyle

સામગ્રી

1 કપ રવો
2 ટીસ્પૂન મેંદો
1/2 કપ તાજું દહીં
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/2 ટીસ્પૂન જીરૂ
2 ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર
2 ટેબલસ્પૂન કાજૂના ટુકડા
મીઠું (સ્વાદાનુસાર)
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ(વઘાર કરવા માટે)
તળેલી નાળિયેરની ચટણી (પીરસવા માટે)
સાંભર (પીરસવા માટે)

બનાવવાની રીત

એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને 1/2 કપ પાણી મેળવી સારી રીતે તેને મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરી લો. આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર 15 થી 20 મિનિટ સુધી આથો માટે મૂકી રાખી.

ત્યાર પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી ઉમેરી ખીરૂ પાતળું કરી લો.

એક ઓન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો અને પાણી પડવાથી થતો છણકો થાય તેની ખાત્રી કરી લો. તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા અથવા બટાટાની સ્લાઇસ વડે ઘસીને લૂછી લો.

તે પછી તેની પર 1/2 કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો.

હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો.

આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી તળેલી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.