એસિડ એટેક/ મહેસાણામાં છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક,હાલત ગંભીર

ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં પતિએ પત્ની પર એસિડ એટેકની મોટી ઘટના સામે આવી છે

Top Stories Gujarat
husband did acid attack
  • મહેસાણા: પતિએ પત્ની પર એસિડ એટેકની ઘટના
  • મહેસાણાના કડીમાં છત્રાલ રોડ પર ઘટના
  • કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવી
  • છૂટાછેડા નહિ આપનાર પત્ની પર એટેક
  • રિલાયન્સ પેટ્રોલ નજીક એસીડ એટેક
  • કડીની સોસાયટીમા રહેતી હતી પરણિતા
  • લગ્ન જીવનમાં ખટરાગ
  • પરણિતા કડી પિયરમાં રહેતી
  • કડી કોર્ટમાં છુટાછેડા,દહેજનો કેસ ચાલતો હતો
  • પોલીસે તજવીજ હાથ ધરી

husband did acid attack:    ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં પતિએ પત્ની પર એસિડ એટેકની મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના કડીમાં છત્રાલ રોડ પર આ ઘટના ઘટી હતી, પતિએ  પત્ની પર એસીડ ફેંકતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. પત્નીએ પોતાના પતિ સામે છૂટાછેડા અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેની મુદ્દત હોવાથી મહિલા પોતાના ભાઈ સાથે આવી હતી. કોર્ટમાંથી ઘર તરફ જતા પત્નીને રસ્તામાં રોકી પતિએ કર્યો એસિડ એટેક કર્યો હતો. જેના કારણે ગંભીર રીતે દાઝેલી મહિલાને ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનમાં ખટરાગ ચાલતો હતો જેના લીધે પત્ની પોતાના પિયક જતી રહી હતી બાદમાં આ મામલો વધુ વકર્યો હતો અને કોર્ટમાં છૂટાછેડાનો કેસ પત્ની તરફથી દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં છૂટાથેડાનો કેસ ચાલી રહ્યો હતો.પત્નિ પતિને છૂટાછેડા આપતી હોવાથી પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો, પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાથમિક વિગત એવી છે કે થોડા સમય અગાઉ બરોડા વ્યવસાય કરતા યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા. ત્યારબાદ લગ્ન જીવનમા ખટરાગ થયો હતો અને બન્ને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. જેને પગલે કંટાળી ગયેલી પરિણીતા પોતાના પિયર કડી ચાલી ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે કડી કોર્ટમા છુટાછેડા અન તેમજ દહેજનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ દરમિયાન પત્ની છુટાછેડા ન આપતી જોવાની રાવ સાથે પતિએ ઝઘડો કર્યો હતો

પથ્થરમારો/ વંદે ભારત ટ્રેન પર આ રાજ્યમાં થયો પથ્થરમારો, ટ્રેનના કાચ તૂટયા