ડુંગળી ફરી એકવાર લોકોને રડતી કરી રહી છે, તેની કિંમત વધી રહી છે અને રાષ્ટ્રીય રાજધાની અને દેશનાં અન્ય ભાગોમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો 70 થી 80 રૂપિયાની ટોચ પર પહોંચી ગયો છે અને આ સ્થિતિને કારણે લોકોનાં ખિસ્સા પરનો ભાર વધવા લાગ્યો છે અને તેમના ખોરાકનો સ્વાદ ફીંકો પડવા લાગ્યો છે.
ડુંગળી કીચેનનો ખાસ હિસ્સો કહેવાય છે અને તેની કિંમતોમાં વધારો ક્યાકને ક્યાક લોકોને પ્રભાવિત કરે છે, તેવામાં સરકારની તેને લઇને હવે ચિંતિત બની છે કે કેવી રીતે તેની કિંમતો પર કાબૂ મેળવી શકાય. ઉલ્લેખનીય છે કે, કહેવામાં તો ડુંગળી એક નાની બાબત લાગે પરંતુ દિલ્હીનો ઈતિહાસ યાદ અપાવે છે કે ડુંગળી ચૂંટણીનો ઘણો મોટો મુદ્દો બની હતી અને તત્કાલિન સરકારને તેના કારણે સત્તા ગુમાવી પડી હતી.
"प्याज़ के बढ़ते दामों को देखते हुए दिल्ली सरकार SPS और मोबाइल वैन के जरिए आसपास के इलाकों में दिल्लीवासियों को ₹24 प्रति किलो के हिसाब से प्याज़ देगी" : @ArvindKejriwal pic.twitter.com/NggkIpX5nx
— AAP (@AamAadmiParty) September 23, 2019
એક સામાન્ય ભૂલ અને તમે સત્તાથી બહાર, આ ક્યાકને ક્યાક દિલ્હીને સરકારને પણ સમજમાં આવી રહ્યુ છે, જેને લઇને હવે દિલ્હીની કેજરીવાલ સરકારે કિરાણા સ્ટોર્સ, મોબાઇલ વાન મારફતે સસ્તી ડુંગળીન વેચવાનો નિરણય કર્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમની સરકાર કિરાણાની દુકાનો અને મોબાઇલ વાનો મારફતે ડુંગળી વેચીને લોકોને રાહત પહોચાડવાનો પ્રયત્ન કરશે. તેમણે કહ્યું હતું કે સરકાર ડુંગળીને ખરીદી રહી છે અને તેને સસ્તામાં તમારા સુધી પહોચાડવામા આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
