Cancer Fight/ આ 5 જીવનશૈલીથી રહો દૂર અને જીવલેણ બીમારીને ભગાડો

લાઈફસ્ટાઈલ ખરાબ હોય તેમને કેન્સરની શક્યતાઓ વધુ હોય છે તેવું જાણવા મળ્યું છે. વધારે દારૂનું સેવન, ધૂમ્રપાન કરવું, કસરતો ના કરવી, ખાણી-પીણીની ખોટી આદતો, મોબાઈલ ફોન પર જરૂર કરતા વધારે સમય પસાર કરવો વગેરે કારણોથી શરીરમાં કેન્સર થઈ શકે છે. દર વર્ષે કેન્સરથી…

Top Stories Health & Fitness
Beginners guide to 3 આ 5 જીવનશૈલીથી રહો દૂર અને જીવલેણ બીમારીને ભગાડો

Health News : આજકાલ કેન્સર જેવી જીવલેણ બીમારી તેજીથી વધી રહી છે. જેની લાઈફસ્ટાઈલ ખરાબ હોય તેમને કેન્સરની શક્યતાઓ વધુ હોય છે તેવું જાણવા મળ્યું છે. વધારે દારૂનું સેવન, ધૂમ્રપાન કરવું, કસરતો ના કરવી, ખાણી-પીણીની ખોટી આદતો, મોબાઈલ ફોન પર જરૂર કરતા વધારે સમય પસાર કરવો વગેરે કારણોથી શરીરમાં કેન્સર થઈ શકે છે. દર વર્ષે કેન્સરથી લાખો લોકોના જીવ જાય છે.

Folate and Cancer - CancerConnect

કેન્સરના પ્રકારો:

ફેફસાનું કેન્સર, ત્વચાનું કેન્સર, સ્તન કેન્સર, પેટનું કેન્સર, વગેરે. જ્યારે શરીરમાં કોઈ ભાગમાં ગાંઠ બની જાય છે, ત્યારે તે કેન્સરનું રૂપ ધારણ કરવા લાગે છે. કેન્સર થવાથી કોશિકાઓ ઘણી તેજીથી વધવા લાગે છે. જેથી તકલીફોનો સામનો કરવો પડે છે. જો સમય રહેતા ખબર ના પડે તો કેન્સર થવાની પૂરી શક્યતા  જોવા મળે છે. એવામાં પોતાની આદતોને સુધારવાની તાતી જરૂર છે.

આ આદતોથી કેન્સર થવાનું જોખમ વધુ

Cell Phone Addiction: Is It Really a Thing, and What Can You Do?

મોબાઈલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો- આજકાલ મોબાઈલ ફોન, લેપટોપ, ગેઝેટ્સનો ઉપયોગ એકંદરે ઘણો વધી ગયો છે. પણ ઘણા લોકો તો આખો દિવસ મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા હોય છે. આવી ખોટી આદતોથી કેન્સર જેવી જીવલેણ બીમારીનું જોખમ વધી જાય છે. મોબાઈલમાં રેડિયોફ્રિક્વન્સી એનર્જી નીકળે છે. જે સ્વારથ્ય માટે હાનિકારક નીવડે છે. જેથી જરૂર પડે તેટલો જ ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો ઉપયોગ કરવો જોઈએ.

તણાવમાં રહેવું- જે લોકોને ચિંતા, એન્ગઝાયટી કે માનસિક બીમારી હોય તેને તણાવ વધુ જોવા મળે છે. જયારે તમે સ્ટ્રેસ વધારે લો ત્યારે બી.પી.ની સમસ્યા થવા લાગે છે. જેથી સુગર લેવલ વધી જાય છે. આખરે કેન્સરને આમંત્રણ મળી જાય છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન- આજકાલ ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ફેશન બની ગયું છે. આવી આદતોથી ફેફસા, મોંઢા, ગળાનું કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

Cancer: Beware of prolonged reclining position; it increases risk of  developing tumours, says study | Health News, Times Now

વધારે સમય સુધી બેસી રહેવું- એક જ જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી ઘણી બીમારીઓ પેદા થાય છે. શારીરિક પ્રવૃતિઓ કરવામાં ન આવે તો કોલોન કેન્સર, ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. સ્કીન કેન્સર પણ એક સમયે થતું હોય તેવું જાણવા મળ્યું છે.

શરીર વધવું- ખોટી કે ખરાબ જીવનશૈલીથી સ્થૂળતા વધતી જોવા મળે છે. શરીરમાં હોર્મોન્સમાં થતાં ફેરફારોને કારણે વણજોઈતી બીમારી નોતરવામાં આવે છે. વજન વધવાથી જોખમ પણ વધી જાય છે. તેથી બને એટલું કસરતો કરવી. સારો ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:pakistan-india/ભારત કરતા પાકિસ્તાનની સૈન્ય તાકત વધશે? ચીનનું ફાઈટર જેટ શેનયાંગ J-31 ખરીદવાની પાકિસ્તાનની યોજના

આ પણ વાંચો:Canada/ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ અયોધ્યામાં રામ મંદિરને લઈને આ મોટો હૃદયસ્પર્શી નિર્ણય લીધો, બધા આશ્ચર્યચકિત થઈ ગયા