સુરત/ માર્ગ સલામતી સપ્તાહની કરાઈ શરૂઆત, લોકોને હેલ્મેટની સાથે…

સુરતમાં માર્ગ સલામતી સપ્તાહ શરૂ કરાયું છે.સુરત મેયર તેમજ પોલીસ કમિશનરના હસ્તે માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
માર્ગ સલામતી

સુરતમાં માર્ગ સલામતી સપ્તાહ શરૂ કરાયું છે.સુરત મેયર તેમજ પોલીસ કમિશનરના હસ્તે માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આજ થી એક અઠવાડિયા સુધી પોલીસ માર્ગ પર વાહન ચલાવનાર લોકોને માર્ગ સલામતીની.સમજ આપશે.તેમજ હેલ્મેટ અને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરશે. માર્ગ અકસ્માતમા અનેક લોકોના મોત થાય છે.ગફલત ભરી રીતે ડ્રાયવિંગ કરી અનેક લોકો મોતને આમંત્રણ આપે છે.ભારત મા દર એક લાખ લોકોએ 17 લોકો અકસ્માત મા મોતને ભેટે છે.જોકે આવી ઘટના ના બને તે માટે સુરત પોલીસે માર્ગ સલામતી સપ્તાહ શરૂ કર્યું છે.

Untitled 13 2 માર્ગ સલામતી સપ્તાહની કરાઈ શરૂઆત, લોકોને હેલ્મેટની સાથે...

ગત વર્ષે માર્ગ સલામતીમાં રાજ્ય મા પ્રથમ ક્રમાંક સુરતનો આવ્યો હતો.તેવીજ રીતે પ્રથમ ક્રમ જાળવી રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ નું આયોજન કરાયું હતું.જેનું આજે ઉદ્ઘાટન યોજાયું હતું..સુરત મેયર તેમજ પોલીસ કમિશનર ના હસ્તે ટ્રાફિક સપ્તાહ નું દીપ.પ્રાગટય કરી ઉદ્ઘાટન કરાયું હતું.આ સપ્તાહ દરમ્યાન રોડ પર વાહન ચલાવનાર લોકો ને પોલીસ દ્વારા માર્ગ સલામતી ની સમજ અપાશે .સાથે જ હેલ્મેટ વગર વાહન ચલાવનાર લોકો ને હેલ્મેટ વિતરણ કરશે.સાથે જ ઉત્તરાયણ નો તહેવાર આવ્યો છે જેથી પતંગ ની દોરી થી લોકોના ગળા ના કપાય તે હેતુ થી લોકો ને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવશે.

Untitled 13 3 માર્ગ સલામતી સપ્તાહની કરાઈ શરૂઆત, લોકોને હેલ્મેટની સાથે...

આજે સુરત પોલીસ કમિશનર તેમજ એડિશનલ કમિશનર અને ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાહન ચાલકો ને હેલ્મેટ તેમજ સેફટી બેલ્ટ નું વિતરણ કર્યું હતું.આજ થી માર્ગ સલામતી સપ્તાહ શરૂ થયું છે. જેને લઈ અનેક ngo સંસ્થા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ માર્ગ સલામતી સપ્તાહ માં જોડાયા હતા.

ટ્રાફિક ડીસીપી દ્વારા જણાવાયું હતું કે આગામી સમયમા હેવી વાહન ચાલકોનો વિના મૂલ્યે આંખો નું ટેસ્ટિંગ તેમજ બોડી ચેકઅપ કરાશે સાથે જ સતત ફરજ પર ઉભેલા પોલીસ નું પણ બોડી ચેકઅપ કરવામાં આવશે.તમામ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી.લોકો નિયમના તોડે તે માટે સરકાર દ્વારા પણ આકરા દંડની જોગવાઈ કરી છે.જેથી તમામ લોકો ટ્રાફિક નિયમો નું પાલન કરે અને તેના થકી રોડ પર થતા અકસ્માતો ઘટાડી શકાય.

આ પણ વાંચો:લીંબડી હાઇવે પર આઇશરમાંથી રૂપિયા 1.07 કરોડના કિંમતી માલસામાનની ચોરી થતાં ચકચાર

આ પણ વાંચો:રંગીલું રાજકોટ બન્યું રિયલ એસ્ટેટની શાન, રેસકોર્સ રોડ પર મેગા પ્રોપર્ટી શોનું આયોજન

આ પણ વાંચો:ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર