પોરબંદર/ શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગના દરોડા, 325 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો જપ્ત

પોરબંદર શહેરમાં અવાર નવાર અખાદ્ય ખોરાક ઝાડપય છે ત્યારે પોરબંદરના ખાખ ચોક ભગવાન સાયકલ સ્ટોરવાડી ગલીમાં આવેલ શ્રીજી કૃપા ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

Gujarat Others
પોરબંદર

પોરબંદર શહેરના ખાખ ચોક વિસ્તારમાં આવેલ શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમ્યાન પોલીસે શંકાસ્પદ 21 ડબ્બામાં રહેલ 325 કિલો ઘીને ઝડપી પડ્યું હતું તો ફૂડ વિભાગ દ્વારા આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. તો પોલીસે પણ શંકાસ્પદ 325 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે

પોરબંદર શહેરમાં અવાર નવાર અખાદ્ય ખોરાક ઝાડપય છે ત્યારે પોરબંદરના ખાખ ચોક ભગવાન સાયકલ સ્ટોરવાડી ગલીમાં આવેલ શ્રીજી કૃપા ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમ્યાન પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા આ ડેરીમાં શંકાસ્પદ પીળા કલરના પદાર્થ ભરેલ 21 ટીનના ડબ્બા મળી આવ્યા હતા.

ફૂડ વિભાગ દ્વારા આ શંકાસ્પદ ઘી હોવાથી તેમના સેમ્પલ લઈને વડોદરાની લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે તો પોલીસે પણ શંકાસ્પદ 325 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:માર્ગ સલામતી સપ્તાહની કરાઈ શરૂઆત, લોકોને હેલ્મેટની સાથે…

આ પણ વાંચો:ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર

આ પણ વાંચો:રંગીલું રાજકોટ બન્યું રિયલ એસ્ટેટની શાન, રેસકોર્સ રોડ પર મેગા પ્રોપર્ટી શોનું આયોજન

આ પણ વાંચો:હવે કોઇપણ નાગરિક મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ કરી શકશે, વોટ્સઅપ નંબર જાહેર