complaint to Chief Minister's office/ હવે કોઇપણ નાગરિક મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધી ફરિયાદ કરી શકશે, વોટ્સઅપ નંબર જાહેર કરાયો

ભાજપ સરકારની ઐતિહાસિક જીત બાદ હવે બીજા ટર્મમાં મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે, હવે સરકાર પ્રજાલક્ષી કાર્યો કરવા માટે અગ્રેસર જોવા મળી રહી છે

Top Stories Gujarat
Direct complaint to Chief Minister's office

 complaint to Chief Minister’s office:    ભાજપ સરકારની ઐતિહાસિક જીત બાદ હવે બીજા ટર્મમાં મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે, હવે સરકાર પ્રજાલક્ષી કાર્યો કરવા માટે અગ્રેસર જોવા મળી રહી છે, કેબિનેટ બેઠકમાં પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.ચાઇનીઝ દોરી અને વ્યાજખોરો પર તવાઇ બાદ હવે સરકારે પ્રજા માટે આવકારદાયક નિર્ણય લીધો છે. કોઇપણ ફરીયાદ હોય તો તમે સીધા મુખ્યમંત્રીને ફરીયાદ કરી શકો છો.દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ( complaint to Chief Minister’s office) સરકાર હેવ પ્રજાના હિતલક્ષી કાર્યો માટે સક્રીય કામ કરી રહી છે, મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે. સિસ્ટમમાં મળેલી ફરિયાદની રિયલ ટાઈમ મોનિટરિંગ સાથે મહાનગરપાલિકાઓની વેબસાઈટને પણ સીએમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે. આ ઉપરાંત આવેલી ફરિયાદોનો કેટલા સમયમાં નિવારણ થયું તેની પણ સમીક્ષા આ સિસ્ટમથી કરવામાં આવશે.

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા  (Direct complaint to Chief Minister’s office )સાથે જોડી શકાય તેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. આ નિર્ણય બાદ વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. આ વોટ્સએપ નંબર 7030930344 છે.

Paddy Cultivation/હવે સિંચાઈ માટે પાણીનું ટેન્શન નહીં રહે.. વૈજ્ઞાનિકે ડાંગરની આ નવી જાત વિકસાવી

Entertentment/જેલમાંથી છૂટ્યા પછી છલકાયું દલેર મહેંદીનું દર્દ..કહી આ મોટી વાત