Hit and Run/ 7મીએ થાર જીપ ખરીદી અને 9મીએ બાઇક ચાલકને ઉડાવ્યો

અમદાવાદમાં સિંધુ ભવન ખાતે હિટ એન્ડ રન (Hit and Run) કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપીને નિકોલમાંથી પકડી પાડ્યો છે. આરોપી પ્રેમ મુકેશ માળી છે, તે બનાસકાંઠાના ડીસાનો રહેવાસી છે અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરે છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 09T163657.701 7મીએ થાર જીપ ખરીદી અને 9મીએ બાઇક ચાલકને ઉડાવ્યો

અમદાવાદઃ અમદાવાદમાં સિંધુ ભવન ખાતે હિટ એન્ડ રન (Hit and Run) કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપીને નિકોલમાંથી પકડી પાડ્યો છે. આરોપી પ્રેમ મુકેશ માળી (Prem Mukesh Mali)છે, તે બનાસકાંઠાના ડીસાનો રહેવાસી છે અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરે છે. તેણે થાર ગાડી સાતમી તારીખે જ છોડાવી હતી અને નવમી તારીખે અકસ્માત કરી બાઇક ચાલકને ઉડાવ્યો હતો. બાઇક ચાલકને ઉડાવી તે ફરાર થઈ ગયો હતો. પણ પોલીસે ગાડીની નંબર પ્લેટ પરથી તે ડીસા ભેગો થઈ જાય તે પહેલા તેની ધરપકડ કરી હતી. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે આરોપીએ જણાવ્યું હતું કે બાઇક ચાલકને અકસ્માત થતાં તેણે જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ લોકોના મારના ડરથી તે ભાગી ગયો હતો.

શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનમાં સિંધુ ભવન રોડ પર થાર જીપના ચાલકે પ્રેમ મુકેશ માળી  એ બાઇક ચાલક યુવાન જયદીપ સોલંકીને હડફેટે લીધો હતો અને તેમા આ યુવાનનું મોત થયું છે. જયદીપ સોલંકી નામનો યુવાન તેના મિત્રો સાથે લટાર મારવા નીકળ્યો હતો ત્યારે તેને હડફેટે લેવાયો હતો. 18 વર્ષનો જયદીપ તેના મિત્રો સાથે રાત્રે નાસ્તો કરવા નીકળ્યો હતો.

અકસ્માત સર્જનાર થાર જીપચાલક લોકોના મારના ડરથી ભાગી ગયો હતો. આ ઘટના બની તેમા થાર જીપના ચાલકે બાઇક ચાલક યુવાનને લગભગ 100 ફૂટ સુધી ઢસડ્યો હોવાનું મનાય છે. આ બતાવે છે કે જીપચાલક કેટલી ભયંકર સ્પીડે વાહન લઈને જઈ રહ્યો હશે. તેના પગલે યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા, જ્યારે જીપચાલક જીપ મૂકીને ભાગી ગયો હતો. જો કે જીપના નંબર પ્લેટ અને સીસીટીવીના આધારે પોલીસ સરળતાથી ગુનેગાર સુધી પહોંચી ગઈ હતી.

અમદાવાદમાં અગાઉ તથ્ય જેવો કાંડ થઈ ચૂક્યો છે. તેમા પણ સિંધુભવન રોડ તો રીતસરનો રેસિંગ ટ્રેક બની ગયો છે. તેમા દરરોજે રાત્રે નબીરાઓ તેમની ગાડીઓની રેસ લગાવતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વાત સર્વવિદિત હોવા છતાં પણ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. સિંધુભવન માર્ગ પર થયેલો આ કંઈ પહેલો જ અકસ્માત નથી અને છેલ્લો પણ નહી હોય. જો પોલીસની કડક કાર્યવાહી નહીં થાય તો આ પ્રકારની અકસ્માતોની શ્રૃંખલા સર્જાતી રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ