Not Set/ ખરેખર આત્મહત્યા? પોલીસ લોકઅપમાં આરોપીએ કર્યો આપધાત

આત્મહત્યા આમતો દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે જ, પરંતુ એ આત્મહત્યા જો કોઇ આરોપી દ્વારા કરવામાં આવે અને તે પણ જો પોલીસ લોઅપમાં જ કરી લેવામાં આવે તો વધુ વિચીત્ર ઘટના  બની રહે છે. અને આરોપી પણ કેવો જેની પર પોલીસ સાથે મારા મારી કરવાનો ગુનો દાખલ કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હોય. આવી જ વિચીત્ર ઘટના […]

Top Stories Gujarat Others
Suicide.jpg1 ખરેખર આત્મહત્યા? પોલીસ લોકઅપમાં આરોપીએ કર્યો આપધાત

આત્મહત્યા આમતો દુર્ભાગ્ય પૂર્ણ ઘટના છે જ, પરંતુ એ આત્મહત્યા જો કોઇ આરોપી દ્વારા કરવામાં આવે અને તે પણ જો પોલીસ લોઅપમાં જ કરી લેવામાં આવે તો વધુ વિચીત્ર ઘટના  બની રહે છે. અને આરોપી પણ કેવો જેની પર પોલીસ સાથે મારા મારી કરવાનો ગુનો દાખલ કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હોય. આવી જ વિચીત્ર ઘટના કચ્છમાંથી સામે આવી રહી છે.

કચ્છમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. કચ્છનાં આડેસર પોલીસ સ્ટેશનમાં  રિમાન્ડ પર રહેલા આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર માચી જવા પામ્યો છે. અને જ્યારે આપઘાત કરી લેનાર આરોપી પર  પોલીસ કર્મીઓ સાથે મારામારીનો ગુના હોઇ અને તે રિમાન્ડમાં હોય અને પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં આપઘાત કરી લે તો પોલીસ પર પણ આંગળી ઉઠવાની જ ઉઠવાની તે નક્કી જ છે. આરોપી દ્વારા લોકઅપમાં ચાદરનાં ટુકડા દિવાલ સાથે બાંધી ગળેફાંસો ખાઇ લેવામાં આવ્યો છે.

પોલીસ કર્મી સાથે મારા મારીના આરોપી દ્વારા રિમાન્ડ દરમિયાન પોલીસ લોકઅપમાં આપઘાત કરી લેવામાં આવતા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. હત્યા કે આત્મહત્યા???

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.