Not Set/ પીઠાભાઈ નકુમની ટીકીટ કપાતા કોંગ્રેસ સાથે ફાડયો છેડો-જોડાયા ભાજપમાં

અમરેલીની 98 વિધાન સભા પર કૉંગ્રેસ માંથી પીઠાભાઈ નકુમ એ દાવેદારી નોંધાવી હતી અને છેલ્લી ઘડીએ પીઠાભાઈ નકુમની ટીકીટ કાપી નખાતા પંચોળી આહીર સમાજ નારાજ થયો હતો જેને લઇ ને પીઠાભાઈ નકુમે કૉંગ્રેસ સાથે છોડો ફાડી દીધો હતો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. પીઠાભાઈ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડી ગયું હતું. […]

Gujarat
vlcsnap 2017 11 23 12h10m10s734 પીઠાભાઈ નકુમની ટીકીટ કપાતા કોંગ્રેસ સાથે ફાડયો છેડો-જોડાયા ભાજપમાં

અમરેલીની 98 વિધાન સભા પર કૉંગ્રેસ માંથી પીઠાભાઈ નકુમ એ દાવેદારી નોંધાવી હતી અને છેલ્લી ઘડીએ પીઠાભાઈ નકુમની ટીકીટ કાપી નખાતા પંચોળી આહીર સમાજ નારાજ થયો હતો જેને લઇ ને પીઠાભાઈ નકુમે કૉંગ્રેસ સાથે છોડો ફાડી દીધો હતો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા. પીઠાભાઈ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડી ગયું હતું.

મહત્વનું છે કે પીઠાભાઈ નકુમ ખેડૂત અગ્રણી તરીકે આ વિસ્તારમાંના ખેડૂતોમાં લોકચાહના ધરાવે છે. પીઠાભાઈએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ દ્વારા મારા સમાજને અન્યાય કરવામાં આવ્યો છે જેના કારણે સમાજના કહેવાથી હું ભાજપમાં જોડાયો છુ પીઠાભાઈ નકુમ ની ટીકીટ કાપવા થી શું પરિણામ આવે છે તે હું કૉંગ્રેસ ને બતાવી દઈશ તે પ્રકારની તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી