પશ્ચિમ બંગાળ/ CM પદના શપથ ગ્રહણ કરવા બદલ મમતા બેનર્જીને PM મોદીએ પાઠવ્યા અભિનંદન

તૃણમૂલ કોંગ્રેસના વડા (TMC) મમતા બેનર્જીએ ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ લીધા છે. રાજ્યપાલ જગદીપ ધનકડે તેમને શપથ અપાવ્યા છે. 

Top Stories India
A 54 CM પદના શપથ ગ્રહણ કરવા બદલ મમતા બેનર્જીને PM મોદીએ પાઠવ્યા અભિનંદન

તૃણમૂલ કોંગ્રેસના વડા (TMC) મમતા બેનર્જીએ ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ લીધા છે. રાજ્યપાલ જગદીપ ધનકડે તેમને શપથ અપાવ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન, મમતા સરકારની શપથગ્રહણ ખૂબ જ સરળ અંદાજમાં થયું હતું. આવતીકાલે મમતાના મંત્રી શપથ લઈ શકે છે. આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને મમતા દીદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું – ‘પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ લેવા પર મમતા દીદીને અભિનંદન’.

ટીએમસીએ આ વિધાનસભાની ચૂંટણીમાં 213 બેઠકો જીતી હતી, જોકે મમતા બેનર્જી ખુદ નંદીગ્રામથી પોતાની બેઠક જીતી શક્યા નથી. મમતા બેનર્જીએ તેને પોતાની વિરુદ્ધ કાવતરું ગણાવ્યું હતું.સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે- મારી પ્રથમ અગ્રતા રાજ્યમાં કોવિડને અંકુશમાં લેવાની છે.

આ પણ વાંચો : બે-ત્રણ નહીં 25 વર્ષની આ મહિલાએ એક સાથે 9 બાળકોને આપ્યો જન્મ, ડોકટરોના પણ ઉડી ગયા હોશ

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હું રાજ્યપાલ અને તમામ લોકોનો આભાર માનું છું. દેશના તમામ લોકોની નજર હવે બંગાળ તરફ છે. હું તમામ રાજકીય પક્ષોને સહનશીલ બનવાની અપીલ કરું છું. રાજ્યમાં કોઈપણ પ્રકારના કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં, તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. હું આજથી જ રાજ્યના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળીશ. હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :કોરોના સામે લડવાની કમાન ગડકરીને અપાય, શા માટે આ માંગ કરી રહ્યા છે સ્વામી ?

આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ 20 મે 2011 નાં રોજ પ્રથમ વખત રાજ્યનાં મુખ્યમંત્રી અને 27 મે 2016 નાં રોજ બીજી વખત શપથ લીધા હતા. મમતા બેનર્જી સતત ત્રણ વખત મુખ્યમંત્રીની સીટ પર બેસનાર દેશની પ્રથમ મહિલા CM બન્યા  છે. આપને જણાવી દઇએ કે, સફેદ સાડી અને હવાઈ ચપ્પલ સાથે પદયાત્રા કરનાર મમતા બેનર્જીનો જન્મ કોલકાતામાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમણે રાજકીય કારકીર્દિની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી.

આ પણ વાંચો :મેઘાલયમાં મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાં, થઇ રહીં છે રિચર્સ

kalmukho str 2 CM પદના શપથ ગ્રહણ કરવા બદલ મમતા બેનર્જીને PM મોદીએ પાઠવ્યા અભિનંદન