કૌભાંડ/ સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શનને બારોબાર વેચી દેવાયા

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે રાજ્યનાં મોટાભાગનાં શહેરોની હોસ્પિટલોમાં બેડ્સની અછત જોવા મળી છે.

Top Stories Gujarat Surat
mmata 51 સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શનને બારોબાર વેચી દેવાયા
  • સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ
  • 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયા
  • વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા
  • ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં
  • સુપ્રિટેન્ડન્ટ રાગીણી વર્માએ આપ્યા તપાસના આદેશ

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે રાજ્યનાં મોટાભાગનાં શહેરોની હોસ્પિટલોમાં બેડ્સની અછત જોવા મળી છે. તેટલુ જ નહી રેમડેસિવિર ઇન્જેક્શન જેને કોરોનામાં કારગર હોવાની ચર્ચા થઇ રહી છે, તેની પણ હાલમાં અછત હોવાનુ સામે આવી રહ્યુ છે. આ વચ્ચે હવે સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યુ છેે.

mmata 52 સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શનને બારોબાર વેચી દેવાયા

Covid-19 / રેમેેડેસિવિર ઇન્જેેક્શનને લઇને WHO નો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાંથી 150 જેટલા રેમડેસિવિર ઇન્જેેક્શનને બારોબાર વેચી દેવામાં આવ્યા છે. હોસ્પિટલનાં વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતા ઇન્જેક્શન આપવામાં આવ્યા હોવાનુ સામે આવ્યુ છે, જે બાદ સિવિલ તંત્ર હરકતમાં આવી ગયુ છે. વળી આ કૌભાંડ સામે આવતા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ રાગીણી વર્માએ તપાસનાં આદેશ આપી દીધા છે.

mmata 53 સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શનને બારોબાર વેચી દેવાયા

Hurry up / શું તમારે Money ટ્રાંસફર કરવાના છે? તો જલ્દી કરો, RTGS સેવા 14 કલાક માટે થઇ રહી છે બંધ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. આ વચ્ચે અહી કલેક્ટરે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે. કલેક્ટર ધવલ પટેલે જણાવ્યા મુજબ હોસ્પિટલનાં અધિકૃત વ્યક્તિનાં સહી સિક્કા અને પ્રિસ્ક્રિપ્શન તેમજ દર્દીનાં આધાર-પુરાવા રજૂ કરી સિવિલથી ઇન્જેક્શન મેળવી શકાશે. જે માટે ખાનગી હોસ્પિટલોએ ફરજીયાત એક ફોર્મ ભરવાનું રહેશે. જેની સાથે જરૂરી રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન તેમજ પુરાવાઓ રજૂ કરવાના રહેશે. કલેક્ટર ધવલ પટેલે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલોને 3 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેથી દર્દીઓને પડતી હાલાકી ઓછી થઇ શકશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ