Not Set/ અમદાવાદ/ બોપલના વિભૂષા બંગલોઝમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો

1680 દારૂની બોટલ પોલીસે કબ્જે કરી 5.37 લાખની કિંમતમો દારૂ, કાર અને બાઈક જપ્ત કાળુ કલાલ અને અમિત કલાલ નામના પિતા પુત્ર સામે ફરિયાદ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં ૧૫૧ નંબરના બંગ્લોઝમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બંગલામાં તપાસ કરી હતી. જેમાંથી 1680 […]

Ahmedabad Gujarat
સુરત 6 અમદાવાદ/ બોપલના વિભૂષા બંગલોઝમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો
  • 1680 દારૂની બોટલ પોલીસે કબ્જે કરી
  • 5.37 લાખની કિંમતમો દારૂ, કાર અને બાઈક જપ્ત
  • કાળુ કલાલ અને અમિત કલાલ નામના પિતા પુત્ર સામે ફરિયાદ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં ૧૫૧ નંબરના બંગ્લોઝમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બંગલામાં તપાસ કરી હતી. જેમાંથી 1680 દારૂની બોટલ પોલીસે કબ્જે કરી હતી. અંદાજે 5.37 લાખનો દારૂ, એક કાર અને એક બુલેટ મળી આવ્યું હતુ. પોલીસે કાળુભાઈ કલાલ અને અમિત કલાલ નામના પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસણે મળેલી બાતમીને આધારે પોલીસે વિભૂષ બંગ્લોઝ ખાતે  તપાસ કરતા ઘરના કમ્પાઉન્ડમાં જ 35 પૂંઠાના બોક્સ પડ્યા હતા. જેમાં તપાસ કરતા 1680 દારૂની બોટલ મળી આવી હતી. ઘરમાં તપાસ કરતા પણ દારૂની બોટલો મળી હતી. પોલીસે દારૂ, કમ્પાઉન્ડમાં પડેલી કાર અને બુલેટ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.